
કોરિયન ટેક કંપની ભારતમાં લોકડાઉન પિરિયડમાં પણ ઘણી સક્રિય જોવા મળી રહી છે. કંપની ભારતમાં ‘M’ સિરીઝના 2 નવાં સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ફ્લિપકાર્ટ પર રિલીઝ કરાયેલાં ટીઝર મુજબ, 2 જૂને સેમસંગના ‘ગેલેક્સી M11’ અને ‘ગેલેક્સી M01’ સ્માર્ટફોન લોન્ચ થશે. M11 ટ્રિપલ અને M01માં ડ્યુઅલ રિઅર કેમેરા મળશે. ટીઝરમાં ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન પણ સામે આવ્યા છે.
સ્માર્ટફોન | વેરિઅન્ટ | સંભવિત કિંમત |
‘ગેલેક્સી M11’ | 3GB + 32GB | 10,999 રૂપિયા |
‘ગેલેક્સી M11’ | 4GB + 64GB | 12,999 રૂપિયા |
‘ગેલેક્સી M01’ | 3GB +32GB | 8,999 રૂપિયા |
‘ગેલેક્સી M11’ નાં સ્પેસિફિકેશન
- ફ્લિપકાર્ટ પર રિલીઝ કરાયેલાં ટીઝર મુજબ, આ ફોનમાં 6.4 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720x1560 પિક્સલ હશે.
- ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર અને 4GBની રેમ છે.
- તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ મળશે. ફોનમાં 13+2+5નું ટ્રિપલ રિઅર કેમેરા મળશે. સાથે જ તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- ફોનમાં સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ‘ગેલેક્સી M11’માં 5000mAhની બેટરી મળશે.
- ફોનમાં એકસ્ટ્રા મેમરી કાર્ડ મળશે, તેની મદદથી ફોનનું સ્ટોરેજ 512GB સુધી વધારી શકાશે.
‘ગેલેક્સી M01’નાં સ્પેસિફિકેશન
- ફ્લિપકાર્ટનાં ટીઝર મુજબ, આ ફોનમાં 13MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળશે.
- ફોનમાં 5.7 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720x1560 પિક્સલ હશે.
- ફોનમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવશે.
- તેમાં 3GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળશે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- આ ફોનમાં 4000mAhની બેટરી મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gNP5Gq
No comments:
Post a Comment