Tuesday, 26 May 2020

સેમસંગ ‘ગેલેક્સી ફોલ્ડ 2’નાં રેન્ડર્સ સામે આવ્યા, 3 રિઅર કેમેરા મળશે

કોરિયન ટેક કંપની ફોલ્ડેબલ ફોનનાં અફોર્ડેબલ વેરિઅન્ટ ‘ગેલેક્લી ફોલ્ડ 2’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં તેનાં રેન્ડર્સ અર્થાત ગ્રાફિક્સથી બનેલી તસવીરો સામે આવી છે. ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલે તેનાં રેન્ડર્સ શેર કર્યાં છે.

રેન્ડર્સ પ્રમાણે આ ફોન ગેલેક્સી ફોલ્ડની જેમ જ હોરિઝોન્ટલી ફોલ્ડ થશે. અર્થાત કહી શકાય કે આ ફોન એક પ્રકારનું ટેબ્લેટ હશે, જને સરળતાથી ફોલ્ડ કરી શકાશે. રેન્ડર્સ પ્રમાણે ફોનમાં કુલ 5 કેમેરા મળશે, જેમાંથી 3 રિઅર અને 2 ફ્રન્ટ હશે.

‘ગેલેક્લી ફોલ્ડ 2’નાં સ્પેસિફિકેશન

  • અફોર્ડેબલ ‘ગેલેક્લી ફોલ્ડ 2’માં 7.7 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.

  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોન 5G સપોર્ટ કરશે. આ ફોલ્ડેબલ ફોન જૂન મહિના પછી લોન્ચ થઈ શકે છે.
  • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે.
  • ફોનનું 12GB + 256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોન ફોલ્ડ થવા પર તેની રિઅર સાઈડ નોટિફિકેશન વિન્ડો મળશે, જેની મદદથી યુઝર નોટિફિકેશન જોઈ શકશે.
  • ફોનની ડાબી બાજુ વોલ્યુમ અને પાવર બટન મળશે.
  • ઈશાને કરેલાં ટ્વીટ અનુસાર ફોનની કિંમત 83,000થી 92,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung 'Galaxy Fold 2' renders come up will get 3 rear cameras


from Divya Bhaskar https://ift.tt/3emYQJk

No comments:

Post a Comment