Wednesday, 27 May 2020

ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતો ‘Moto G Pro’સ્માર્ટફોન લોન્ચ, કિંમત ₹ 27,400

મોટોરોલા કંપનીએ Moto G Pro સ્માર્ટફોન જર્મનીમાં લોન્ચ કર્યો છે. લુક્સ અને સ્પેસિફિકેશનને લઇને જોવા જઈએ તો આ સ્માર્ટફોન Moto G Stylusનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. 4GB રેમ અને 128GB સ્ટોરેજ Moto G Pro સ્માર્ટફોનની કિંમત 27,400 રૂપિયા છે. હાલ આ ફોનને ગ્રાહકો ખરીદી નહિ શકે, પણ મોટોરોલા જર્મનીની વેબસાઈટ પર અપડેટ્સ માટે રજીસ્ટર કરી શકે છે. ફોનમાં ત્રણ રિઅર કેમેરા છે. જો કે,આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેનો કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. Moto G Stylusની કિંમત કંપનીએ 22,600 રૂપિયા છે.

Moto G Pro સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.40ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1,080 x 2,300 પિક્સલ) મેક્સ વિઝન ડિસ્પ્લે
OS એન્ડ્રોઈડ 10
પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 665
રિઅર કેમેરા 48MP + 16MP + 2MP
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ 4 GB
સ્ટોરેજ 128 GB
બેટરી 4000 mAh


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Moto G Pro With Triple Rear Cameras, Integrated Stylus Launched


from Divya Bhaskar https://ift.tt/36z2tJD

No comments:

Post a Comment