Tuesday, 26 May 2020

ઓસ્ટ્રેલિયા યુવકે જાળમાં ફસાયેલી બેબી વ્હેલનું રેસ્ક્યુ કરતાં ઈનામમાં સ્થાનિક તંત્રએ દંડ ફટકાર્યો

ઓસ્ટ્રેલિયામાં યુવકે બેબી વ્હેલનું રેસ્ક્યુ કરતાં ઈનામમાં તેને દંડની રકમ મળી છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના દરિયામાં જેન્ગો નામનો યુવાન તેની નાનકડી બોટ પર દરિયાની મજા માણી રહ્યો હતો. તેવામાં તેની નજર જાળમાં ફસાયેલી બેબી વ્હેલ પર પડી અને જેન્ગો વ્હેલને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યો હતો. વ્હેલનો જીવ તો બચી ગયો પરંતુ ઈનામમાં યુવકને નિયમોનાં ભંગ બદલ દંડ ફટકારાયો છે.

જેન્ગોની નજર જાળમાં ફસાયેલી બેબી વ્હેલ પર પડતાં જ તેણે ક્વીન્સલેન્ડ ફીસરીઝને જાણ કરી હતી, પરંતુ સમય જતાં બેબી વ્હેલની પીડા વધી જવાથી યુવકે જાતે જ બેબી વ્હેલનું રેસ્ક્યુ કરવાનું વિચાર્યું હતું. યુવકે બેબી વ્હેલનું રેસ્ક્યુ કરતાં તેને કોઈ નુક્સાન પહોંચાડ્યું ન હતું.

નિયમોના ભંગ બદલ 34.81 લાખ રૂપિયાનો દંડ

આ મામલે હજુ ક્વીન્સલેન્ડ ફીસરીઝ દ્વારા તપાસ ચાલી રહી છે. ક્વીન્સલેન્ડ ફીસરીઝ દ્વારા જેન્ગોને દંડની જાહેરાત તો કરાઈ છે પરંતુ તેની રકમ હજુ નક્કી કરવાની બાકી છે. સ્થાનિક મીડિયા અનુસાર જેન્ગોને નિયમોના ભંગ બદલ $46,000 (આશરે 34.81 લાખ રૂપિયા)નો દંડ થશે.

દંડની રકમ વસૂલવા માટે સોશિયલ મીડિયા પર ફંડની ઉઘરાણી

જેન્ગોએ કરેલુ બેબી વ્હેલનું રેસ્ક્યુ એ ખરેખર પ્રસંનીય છે, પરંતુ તેણે નિયમોને ભંગ કર્યો હોવાથી દંડ પણ આપવો પડશે. દંડની મસમોટી રકમ ચૂકવવા માટે સોશિયલ મીડિયા પર ‘અ ગોફંડમી’ પેજ પર ફંડ લેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ પેજે $4,000 (આશરે 30,000 રૂપિયા) એકત્રિત કર્યા છે.

જન્ગોએ એક ઈન્ટરવ્યૂમા જણાવ્યું હતુંકે તેણે જે કર્યું એ તમામ લોકોએ કરવું જોઈએ. ફીસરીઝ દ્વારા કરવામાં આવતા કાર્યો સરાહનીય જ હોય છે, પરંતુ કેટલીક વાર તેમની રાહ ન જોઈ કેટલાક કાર્યો જાતે પણ કરવા પડે છે. જોકે ક્વીન્સલેન્ડ ફીસરીઝના મિનિસ્ટર માર્ક ફર્નરના જણાવ્યા અનુસાર જન્ગોએ કરેલ કાર્ય કોઈએ કરતાં પહેલાં વિચારવું જોઈએ અને પ્રોફેશનલ્સને તેમનું કામ કરવા દેવું જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Australian youth fined by local authorities for rescuing trapped baby whales
Australian youth fined by local authorities for rescuing trapped baby whales


from Divya Bhaskar https://ift.tt/2ZAh8Tu

No comments:

Post a Comment