Friday, 1 May 2020

ટિકટોક એપને પ્લે સ્ટોર પર 200 કરોડ ડાઉનલોડ્સ મળ્યા, 60 કરોડ ડાઉનલોડ્સ સાથે ભારત પ્રથમ ક્રમાંકે: સેન્સર ટાવર

શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોક એપને ગૂગલ પ્લે સ્ટોર પર 200 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. તેમાં સૌથી મોટો શ્રેય ભારતીય યુઝર્સને જાય છે. એપ ડાઉનલોડિંગમાં 60 કરોડ ડાઉનલોડ્સ સાથે ભારત પ્રથમ ક્રમાંકે છે. એપ ઈન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

ટિકટોકના કુલ યુઝર્સમાંથી 30.3% યુઝર્સ ભારતના

આ રિપોર્ટ મુજબ, વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપને 31.5 કરોડ ડાઉનલોડ્સ મળ્યા છે. આ સમયગાળામાં ભારત સહિત અનેક દેશોમાં લોકડાઉન હોવાથી ટિકટોક એપની લોકપ્રિયતા વધી છે. રિપોર્ટ અનુસાર ટિકટોકના કુલ યુઝર્સમાંથી 30.3% યુઝર્સ ભારતના છે. આ એપ ચીનની હોવા છતાં તે બીજા નંબરે આવે છે. કુલ યુઝર્સમાંથી 9.7% યુઝર્સ ચીનના છે. અમેરિકામાં 8.2% યુઝર્સ સાથે ત્રીજા ક્રમાંકે છે.

છેલ્લા 5 મહિનામાં એપનો ઉપયોગ 2.5 ગણો વધી ગયો

આ રિપોર્ટ અનુસાર, છેલ્લા 5 મહિનામાં ટિકટોક એપનો ઉપયોગ 2.5 ગણો વધી ગયો છે. એપના ઉપયોગમાં ચીન પ્રથમ ક્રમાંક પર છે. ચીનમાં એપને સૌથી વધુ વધારે 72.3% રેવન્યુ મળી રહ્યો છે. તો અમેરિકા 19% અને યુનાઈટેડ કિંગ્ડમ 2% રેવન્યુ સ્પેન્ડ કરે છે. ભારતમાં સૌથી વધારે યુઝર્સ હોવા છતા રેવન્યુમાં તેની કોઈ ખાસ ગણતરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tiktok app gets 2 billion downloads on Play Store, India tops with 600 million downloads: Censor Tower


from Divya Bhaskar https://ift.tt/3aXJnNX

No comments:

Post a Comment