
ચાઈનીઝ ટેક કંપની શાઓમીથી સ્વતંત્ર બનેલી બ્રાન્ડ પોકો તેના અપકમિંગ સ્માર્ટફોન ‘પોકો F2 પ્રો’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. આ ફોનને ‘રેડમી K30’ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલાં ફોનના યુરોપિન માર્કેટની કિંમતો લીક થઈ છે.
કિંમત અને વેરિઅન્ટ
યુરોપિયન મીડિયામાં થયેલાં લીક મુજબ ફોનનાં 6GB + 128GBની કિંમત €649 (આશરે 53,000 રૂપિયા) અને 8GB + 256GB (આશરે 62,00 રૂપિયા) હોઈ શકે છે. જોકે કંપનીએ આ લીક થયેલી કિંમતો પર કોઈ સ્પષ્ટતા આપી નથી.
‘પોકો F2 પ્રો’નાં સ્પેસિફેકેશન
- ‘પોકો F2 પ્રો’નાં સ્પેસિફેકેશન ‘રેડમી K30’નાં જેવાં જ આપવામાં આવી શકે છે. ‘પોકો F2 પ્રો’માં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે.
- ફોનમાં 5G સપોર્ટ અને 4 રિઅર કેમેરા મળશે તે કન્ફર્મ છે.
- ‘પોકો F2 પ્રો’માં 6.67 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
- ફોનનાં 4 રિઅર કેમેરા સેટઅપમાં 48MP + 13MP+ 5MP અને 2MPના કેમેરા મળી શકે છે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
- ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,700ની બેટરી આપવામાં આવી શકે છે.
- જોકે ફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ypt9e0
No comments:
Post a Comment