કોરિયન ટેક કંપની સેમસંગે તેની ‘M’ સિરીઝના સ્માર્ટફોન ‘ગેલેક્સી M21’ની કિંમતમાં ઘટાડો કર્યો છે. માર્ચ મહિનામાં લોન્ચ થયેલાં આ ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત લોન્ચ સમયે 12,999 રૂપિયા હતી જોકે GSTમાં વધારો થતાં કંપનીએ તેની કિંમત 14,222 રૂપિયા કરી હતી. હવે કંપની એ 1023 રૂપિયાનો ઘટાડો કરી 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 13,199 રૂપિયા કરી છે.
વેરિઅન્ટ અને કિંમત
| વેરિઅન્ટ | જૂની કિંમત (રૂપિયામાં) | નવી કિંમત(રૂપિયામાં) |
| 4GB + 64GB | 14,222 | 13,199 |
| 6GB+ 128GB | 16,499 | 15,499 |
ફોનની ખરીદી ગ્રાહકો લોકડાઉન બાદ ઈ કોમર્સ સાઈટ એમેઝોન અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકશે.
‘સેમસંગ M21 સ્માર્ટફોન’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.4 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1080x2340 પિક્સલ રિઝોલ્યુશન |
|
OS |
વન UI 2.0 બેઝ્ડ એન્ડ્રોઇડ 10 |
|
પ્રોસેસર |
એક્સીનોસ 9611 |
|
રિઅર કેમેરા |
48MP(પ્રાઈમરી)+8MP(અલ્ટ્રા-વાઈડ એન્ગલ)+5MP(ડેપ્થ સેન્સર) |
|
ફ્રન્ટ કેમેરા |
20MP |
|
રેમ |
4GB/6GB |
|
સ્ટોરેજ |
64GB/128GB |
|
બેટરી |
6,000mAh વિથ 15વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
|
વજન |
188 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3d8z2QS
No comments:
Post a Comment