Sunday, 31 May 2020

5G સપોર્ટ અને 4 રિઅર કેમેરા ધરાવતો સ્માર્ટફોન ‘ઓનર પ્લે 4’ 3 જૂને લોન્ચ થશે

ચાઈનીઝ ટેક કંપની ઓનર ચીનમાં 3 જૂને ‘ઓનર પ્લે 4’ 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. આ ફોનમાં 4 રિઅર કેમેરા અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. કંપનીના પ્રોડક્ટ મેનેજરે ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર ફોનનાં ફોટો શેર કર્યા છે.

‘ઓનર પ્લે 4’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • કંપનીના પ્રોડક્ટ મેનેજરે વીબો પર શેર કરેલી તસવીરો અનુસાર, ફોનમાં 4 રિઅર કેમેરા મળશે.
  • ફોનનાં બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • ચાઈનીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
  • ઓનરના આ અપકમિંગ ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ મેજિક UI ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
  • ફોનમાં 6.81 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળી શકે છે, જેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ હશે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 16MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
  • ફોનનાં 4GB+64GB, 6GB+128GB અને 8GB+ 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4200mAhની બેટરી મળી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Honor Play 4 smartphone with 5G support and 4 rear cameras to launch on June 3


from Divya Bhaskar https://ift.tt/3gDNtyJ

No comments:

Post a Comment