Tuesday, 26 May 2020

સેમસંગ ‘ગેલેક્સી A31’ સ્માર્ટફોન ભારતમાં 4 જૂને લોન્ચ થશે, 4 રિઅર કેમેરા સેટઅપ અને 5000mAhની બેટરી મળશે

કોરિયન ટેક કંપની ભારતમાં લોકડાઉન પિરિયડમાં ‘A’ સિરીઝનો સ્માર્ટફોન ‘ગેલેક્સી A31’ 4 જૂને લોન્ચ કરશે. કંપનીએ વેબસાઈટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કર્યું છે. ટીઝર પેજ મુજબ ફોનમાં L શેપમાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં સિંગલ પંચ હોલ ફ્રન્ટ કેમેરા મળશે.

‘ગેલેક્સી A31’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • કંપનીના ટીઝર પેજ મુજબ, ફોનમાં 6.4 ઈંચની ફુલ HD+ sAMOLED ઈન્ફિનિટી ‘U’ ડિસ્પ્લે મળશે.
  • ફોનમાં 15 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAhની બેટરી મળશે.
  • એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અનો મીડિયાટેક હીલિયો P65 પ્રોસેસર મળી શકે છે.
  • 4GB + 64GB અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોનમાં 48MP+ 8MP + 5MP +5MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 20MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • ફોનની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung 'Galaxy A31' smartphone to launch in India on June 4, with 4 rear camera setup and 5000mAh battery


from Divya Bhaskar https://ift.tt/2XnxKLi

No comments:

Post a Comment