Thursday, 25 June 2020

હવે ગૂગલ યુઝરનો ડેટા લાંબા સમય સુધી સ્ટોર નહીં કરે, 18 મહિના પછી સર્ચ હિસ્ટ્રી તો 36 મહિના પછી યુટ્યુબ હિસ્ટ્રી આપમળે ડિલીટ થઈ જશે

ટેક જાયન્ટ ગૂગલે તેની ડેટા હિસ્ટ્રી પોલિસીમાં ફેરફાર કર્યો છે. યુઝર્સે કઈ વેબસાઈટ વિઝિટ કરી, કઈ વેબસાઈટ સર્ચ કરી, એપ એક્ટિવિટી અને તેનાં લોકેશન સહિતની અનેક માહિતી હવે ગૂગલ સર્વર 18 મહિના બાદ આપમેળે ડિલીટ કરી દેશે તો યુટ્યુબ હિસ્ટ્રી જેમ કે યુઝરે કયા વીડિયો જોયા અને કેટલી મિનિટ સુધી આ તમામ માહિતી 36 મહિના બાદ આપમેળે ડિલીટ થઈ જશે.

જોકે આ ફેરફાર હાલ નવા અકાઉન્ટ પર જ લાગુ થશે. જૂના અકાઉન્ટ હોલ્ડર્સને અન્ય સેટિંગ્સ આપવામાં આવી શકે છે. ઘણી ટેક કંપનીઓ પર ડેટા કલેક્ટ કરી તેનો વ્યાપાર કરવાનો આરોપ લાગ્યો છે. તેવામાં ગૂગલે પોતાની નવી પોલિસીની જાહેરાત કરી છે.

હિસ્ટ્રી ડેટા કલેક્શનમાટે ગૂગલ વિવાદોમાં છે

  • વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ અઠવાડિયાનાં અંતમાં ગૂગલના એન્ટિ કોમ્પિટિટિવ બિહેવિઅર માટે તેને સજા આપવા માટે ચર્ચા કરવાની છે. ગૂગલ પર આરોપ છે કે તેણે ઓનલાઈન સર્ચિંગ ડેટાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે.
  • મંગળવારે એક જર્મન અદાલતે ફેસબુક પર લોકલ યુઝર્સ ડેટા કલેક્શન પર રોક લગાવી છે. કંપની તેના પદનો દુરુપયોગ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વર્ષ 2019માં ઓટો-ડિલીટ કન્ટ્રોલથી શરૂઆત થઈ
ગૂગલે મે 2019માં ઓટો ડિલીટ કન્ટ્રોલની શરૂઆત કરી હતી, જેથી યુઝર્સને કંપની દ્વારા કલેક્ટ કરવાાં આવેલા ડેટામાં નિયમિત ફેરફાર કરવા મજબૂર કરી શકાય, પરંતુ તે સમયે આ એક ઓપ્ટ ઈન ઓપ્શન બન્યો હતો. અર્થાત ડેટા સ્ટોર કરવા માટે યુઝર્સની પરવાનગીની આવશ્યકતા હોય છે. અમેરિકાની ટેક્નોલોજી કંપની એકત્રિત ડેટાનો ઉપયોગ યુઝર્સ માટેની જાહેરાતો અને અન્ય હેતુ માટે કરે છે.

યુટ્યુબ રેકોર્ડ લાંબા સમય સુધી રાખવામાં આવશે

  • ગૂગલના પ્રોડક્ટ મેનેજર ડેવિડ મોનસેએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે ડેટા અમારી પ્રોડક્ટને સારી બનાવવામાં મદદ કરે છે, પરંતુ ડેટા ઓછામાં ઓછા સમય સુધી રાખવાની કંપની નીતિ છે. હવે ગૂગલ અનિશ્ચિત સમય સુધી ડેટા નહીં રાખે.
  • ગૂગલે કહ્યું કે, તે ઈન્ટરનેટ એક્ટિવિટીની સરખામણીએ યુટ્યુબ રેકોર્ડને વધારે સમય સુધી રાખવા માગે છે કારણ કે, તેનાથી યુઝર્સને સજેશન આપવા અને અન્ય કામો માટે મદદ મળશે. તેના માટે લાંબી સર્ચ હિસ્ટ્રીની જરૂર છે.
  • ડેવિડે જણાવ્યું કે, ઓટોમેટિક ડેટા ડિલીટની સુવિધાથી ફોટો, જીમેઈલ અને તેની ડ્રાઈવમાં રહેલો ડેટા ડિલીટ નહીં થાય કારણ કે તેનો ઉપયોગ કંપની પર્સનલ હેતુ માટે કરતી નથી.
  • કંપનીએ પોતાના નિર્ણયને સાચો ઠેરવી કહ્યું છે કે હાલના અકાઉન્ટ પર આ નિયમો લાગુ નહીં થાય. તમામ યુઝર્સ ઓટો વાઈપ સમયગાળાને 3 મહિના સુધી સિલેક્ટ કરી શકે છે. જોકે, તેનો મતલબ એમ થાય છે કે આ ફેરફાર ખૂબ ઓછા લોકોને અસર કરશે.

લોન્ગ ટાઈમ યુઝર્સને પણ ગાઈડેડ ટિપ્સ જણાવવામાં આવશે

  • લોન્ગ ટાઈમ યુઝર્સને અન્ય રીતે અસર થશે, જોકે, તેમને નવી 'ગાઈડેડ ટિપ્સ' પણ બતાવવામાં આવશે. જેમ કે, જો કોઈ એ જાણવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે કે, શું તેમનું અકાઉન્ટ સુરક્ષિત છે, તો એક બોક્સ તેમને સેટિંગ્સ બતાવશે અને તેને એડજસ્ટ કેવી રીતે કરવું તે પણ બતાવશે.
  • ઉદાહરણ તરીકે જો કોઈ યુઝર્સ તેમના હેન્ડસેટનું લોકેશન કોઈ મિત્ર સાથે શેર કરે છે, તો તેઓને બાદમાં યાદ કરાવવામાં આવશે કે પરમિશન હજી પણ એક્ટિવ છે અને પૂછવામાં આવશે કે તેઓ શું તેને બંધ કરવા માંગે છે.

અમે ઈન્કોગ્નિટો મોડને સરળ બનાવ્યું-ગૂગલ
ગૂગલે કહ્યું કે, તેને પોતાની એપમાં ઈન્કોગ્નિટો મોડ (જે ડેટા ક્લેક્ટ નથી કરતું તે સેટિંગ)ને સરળ બનાવી દીધું છે. આ મોડ યુઝર્સને તેમની માહિતી છુપાવીને સર્ચિંગ કરવાની સુવિધા આપે છે.

ઘણા લોકો ગૂગલના ડેટા કલેક્શનથી ચિંતિત છે
ઓપન રાઈટ્સ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જિમ કિલોકના જણાવ્યા પ્રમાણે, ઘણા લોકો ગૂગલમાં સ્ટોર પોતાની માહિતીને લઈને ચિંતિત છે. તેનો અર્થ એ થયો કે લોકો ઘણી વસ્તુઓની અવગણના કરી શકે છે. ગૂગલે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે, દરેક વ્યક્તિએ આ અંગે એક સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શું તેઓ ઈચ્છે કે તેમની હિસ્ટ્રી કલેક્ટ કરવાના બદલે તેમની જાણકારી હટાવી દેવામાં આવે જેને તેઓ અડધી વાંચી ચૂક્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google to auto delete users' records by default after 18 months search history will automatically disappear


from Divya Bhaskar https://ift.tt/2Yv2n3q

No comments:

Post a Comment