Thursday, 25 June 2020

7 જૂલાઈએ ‘મોટોરોલા એજ લાઈટ’ અને ‘વન ફ્યુઝન’ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે

અમેરિકન ટેક કંપની 7 જૂલાઈએ એક લોન્ચિંગ ઈવેન્ટ યોજવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઈવેન્ટમાં ‘મોટોરોલા એજ લાઈટ’ અને ‘વન ફ્યુઝન’ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. ‘મોટોરોલા એજ લાઈટ’નું અપગ્રેડેડ વર્ઝન ‘મોટોરોલા એજ પ્લસ’ કંપની મે મહિનામાં લોન્ચ કરી ચૂકી છે જ્યારે ‘વન ફ્યુઝનાં અપગ્રેડેડ વર્ઝનને કંપનીએ તાજેતરમાં જ ભારતમાં લોન્ચ કર્યું છે.

‘વન ફ્યુઝન’નાં સ્પેસિફિકેશન

  • લીક્સ અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફોનમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.
  • તેનું 4GB રેમ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોનમાં 6.4 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. તેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સલ હોઈ શકે છે.
  • તેનાં અપગ્રેડેડ વેરિઅન્ટમાં 16MPનો પોપઅપ સેલ્ફી કેમેરા મળે છે, આ વેરિઅન્ટમાં પોપઅપ સેલ્ફી કેમેરા મળશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.
  • ‘વન ફ્યુઝન’માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ફોનમાં 5000mAhની બેટરી મળી શકે છે. આ ફોનની કિંમત 14,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

‘મોટોરોલા એજ લાઈટ’નાં સ્પેસિફિકેશન

  • આ ફોનમાં પણ તેનાં અપગ્રેડેડ વર્ઝનની જેમ 5G કનેક્ટિવિટી મળી શકે છે.
  • ફોનનું 6GB + 128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે.
  • તેની કિંમત 55,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The 'Motorola Edge Lite' and 'One Fusion' smartphones may be launched on July 7


from Divya Bhaskar https://ift.tt/3dwG4yB

No comments:

Post a Comment