
સેમસંગ આ વર્ષના અંત સુધીમાં 2 નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. Yonhap વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં યોજાનાર ઈવેન્ટમાં કંપની ગેલેક્સી નોટ 20 સિરીઝ સાથે ‘ગેલેક્સી ફોલ્ડ 2’ અને ‘ગેલેક્સી Z ફ્લિપ’નાં 5G વેરિઅન્ટને પણ લોન્ચ કરશે. જોકે ફોલ્ડેબલ ફોનનું સસ્તાં વેરિઅન્ટ જેને ગેલેક્સી ફોલ્ડ લાઈટ નામ આપવામાં આવી રહયું છે તેના માટે ગ્રાહકોએ આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.
નવા ફોલ્ડેબલ ફોનમાં મોટી ડિસ્પ્લે મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમસંગના અપકમિંગ ફોલ્ડેબલ ફોન ‘ગેલેક્સી ફોલ્ડ 2’માં 7.7 ઈંચની સ્ક્રીન મળશે, જ્યારે 6.23 ઈંચની કવર ડિસ્પ્લે મળશે. તેના જૂનાં વર્ઝનમાં 7.3 ઈંચની મેઈન સ્ક્રીન અને 4.6 ઈંચની કલર સ્ક્રીન આપવામાં આવી રહી છે.
ફોલ્ડ 2માં અલ્ટ્રા થિન ગ્લાસ ડિસ્પ્લે મળશે
સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 2માં UTG અર્થાત અલ્ટ્રા થિન ગ્લાસ ડિસ્પ્લે મળી શકે છે. જોકે કેટલાક ટેક ટિપ્સટર મુજબ આ વેરિઅન્ટમાં S પેન સપોર્ટ નહીં મળે.
‘ગેલેક્સી Z ફ્લિપ’નાં 5G વેરિઅન્ટમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે
‘ગેલેક્સી Z ફ્લિપ’નાં 5G વેરિઅન્ટના સ્પેસિફિકેશમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે. સેમસંગના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનની ટક્કર હુવાવે અને માઈક્રોસોફ્ટના ફોલ્ડેબલ સ્માર્ટફોન સાથે થશે. હુવાવે મેટ x2 અને માઈક્રોસોફ્ટ સરફેસ ડુઓ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. સપ્ટેમ્બર મહિના સુધીમાંમાઈક્રોસોફ્ટ સરફેસ ડુઓ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eGRe5e
No comments:
Post a Comment