
સોનીએ તાજેતરમાં જ તેનું લેટેસ્ટ ગેમિંગ કોન્સોલ ‘પ્લે સ્ટેશન 4’ લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ તેમાં ખામી શોધવા માટે બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. અત્યાર સુધી કંપની ખાનગીમાં આ પ્રોગામ યોજતી હવે પ્રથમ વાર તેને ખુલ્લો મુકાયો છે.
બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ કંપનીએ હેકરવન ગ્રૂપ સાથે પાર્ટનરશિપ કરી છે. આ પ્રોગ્રામ હેઠળ ‘પ્લે સ્ટેશન 4’ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ, એસેસરીઝ અને PSNમાં ખામી શોધનારને કંપની ઈનામ આપશે. કંપનીએ જેટલી મોટી ખામી તેટલી મોટી રકમ આપવાની જાહેરાત કરી છે.
બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ સિસ્ટમમાં ક્રિટિકલ ખામી શોધવા પર $50,000 (આશરે 38 લાખ રૂપિયા) તેમજ હાઈ સિવર્ટી શોધવા પર $10,000 (આશરે 7.5 લાખ રૂપિયા), મીડિયમ સિવર્ટી શોધવા પર $2,500 (આશરે 2 લાખ રૂપિયા) અને લૉ સિવર્ટી શોધવા પર $500 (38,000 રૂપિયા)નું કંપની ઈનામ આપશે.
PSNમાં ક્રિટિકલ બગ શોધવનારને કંપની $3000 (આશરે 2.5 લાખ રૂપિયા)નું ઈનામ આપશે. હાઈ સિવર્ટી શોધવા પર $1,000 (આશરે 75,500 રૂપિયા), મીડિયમ સિવર્ટી શોધવા પર $400 (આશરે 30,000 રૂપિયા) અને લૉ સિવર્ટી શોધવા પર $100 (7500 રૂપિયા)નું ઈનામ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g7uL1y
No comments:
Post a Comment