
કોરોનાવાઈરસને લીધે બદલાતી જરૂરિયાતોને લીધે સ્માર્ટ પ્લસ સ્વાસ્થ્ય માટે લાભદાયી પ્રોડક્ટ્સ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં જાપાનની સ્ટાર્ટ અપ કંપની ડોનટ રોબોટિક્સે એક સ્માર્ટ માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્ક યુઝરે પહેરેલું હોય ત્યારે તે અવાજને ટેક્સ્ટમાં પરિવર્તિત કરી મોબાઈલ ફોનમાં મેસેજ ટાઈપ કરી શકે છે. સાથે જ જાપાની ભાષાનું અલગ અલગ 8 ભાષાઓમાં રૂપાંતર કરી શકે છે. કંપનીએ તેને ‘સી માસ્ક’ નામ આપ્યું છે.
આ સ્માર્ટ માસ્ક સ્પીચને ટેક્સ્ટમાં પરિવર્તિત કરે છે સાથે જ તેનાથી યુઝર કોલિંગ પણ કરી શકે છે. માસ્ક યુઝરના અવાજને એમ્પ્લિફાય પણ કરે છે, જેથી યુઝરની આસપાસના લોકોને યુઝરનો સ્પષ્ટ સંભળાઈ શકે. માસ્ક બ્લુટૂથના માધ્યમથી સ્માર્ટફોન અને ટેબ્લેટ સાથે કનેક્ટ થાય છે. આ માસ્કને સામાન્ય માસ્કની જેમ જ પહેરવાનો હોય છે અને તે સામાન્ય માસ્કની જેમ જ ચહેરા પર ફિટ રહે છે.
મહામારી સમયે કંપનીને કેવી રીતે બચાવી શકાય તેની શોધ ચાલતી હતી
કંપની એવી પ્રોડક્ટની શોધમાં હતી જે આ મહામારીના સમયે કંપનીને બચાવી શકે. કંપનીના એન્જિનિઅર્સને આ પ્રકારના સ્માર્ટ માસ્ક બનાવવાનો વિચાર આવ્યો. ડોનટ રોબોટિક્સના ચીફ એક્ઝેક્યુટિવ ટિસુકે ઓનોના જણાવ્યા પ્રમાણે, આ માસ્ક બનાવવા માટે કંપની ઘણા વર્ષો સુધી મહેનત કરી હતી અને ખરા સમયે આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો.
એક માસ્કની કિંમત આશરે 3,000 રૂપિયા
- કંપનીએ સપ્ટેમ્બરમાં જાપાનમાં 5000 સી માસ્ક વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ તેને વિદેશ મોકલમા માટે પણ તૈયારી દર્શાવી છે.
- એક સી-માસ્કની કિંમત $40 આશરે 3,000 રૂપિયા છે. યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવતી એપના માધ્યમથી કંપનીનો રેવન્યુ જનરેટ થશે.
એક મહિનાની અંદર પ્રોટોટાઈપ તૈયાર કર્યો
કંપનીએ આ સ્માર્ટ માસ્ક બનાવવા માટે એક મહિનાની અંદર જ પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. તેમાં ટ્રાન્સલેશન સોફ્ટવેર અડોપ્ટ કરવામાં આવ્યું છે,જે ચહેરાની માંસપેશીઓનાં મેપિંગથી અવાજને ટેક્સ્ટમાં કન્વર્ટ કરે છે. આ ટેક્નોલોજીને કંપનીના એક એન્જિનિઅર શુનસુકે ફુઝિબાયશીએ એક સ્ટુડન્ટ પ્રોજેક્ટ માટે 4 વર્ષ પહેલાં વિકસાવી હતી.
ક્રાઉડફંડિગનાં માધ્યમથી 1.98 કરોડ રૂપિયા એકઠા કર્યાં
કંપનીએ જાપાનની ક્રાઉડફંડિગ સાઈટ ફંડિનનોનાં માધ્યમથી શેર વેચીને માસ્ક બનાવવા માટે આશરે 1.98 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3i8XS6n
No comments:
Post a Comment