
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ આગીમી દિવસોમાં તેની ગેલેક્સી નોટ 20 સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સિરીઝમાં ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ ,‘ગેલેક્સી નોટ 20’ અને ‘ગેલેક્સી નોટ 20 પ્લસ’ સ્માર્ટફોન લોન્ચ થવાનાં છે. લોન્ચિંગ પહેલાં સ્માર્ટફોન્સનાં અનેક લીક્સ સામે આવી ચૂક્યા છે. જર્મનીના ટેક ટિપ્સટર રોનાલ્ડ ક્વાન્ડટે કન્ફર્મ કર્યું છે કે, ‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’ સ્માર્ટફોનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
Samsung Galaxy Note 20 "Ultra" ("Canvas2") has a 108MP main cam. I know we knew, but I've seen hard evidence now, so consider it confirmed from my end.
— Roland Quandt (@rquandt) June 25, 2020
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેમસંગ 5 ઓગસ્ટે લોન્ચિંગ ઈવેન્ટમાં ‘ગેલેક્સી નોટ 20’ સિરીઝ લોન્ચ કરી શકે છે.
‘ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા’નાં સ્પેસિફિકેશન
- લીક્સ અનુસાર ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે. ફોનમાં S પેન સપોર્ટ પણ મળી શકે છે.
- ફોનમાં 6.9 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે.
- ડિસ્પ્લેમાં 120Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે. અર્થાત મોબાઈલની ડિસ્પ્લે 1 સેકન્ડમાં 120 વખત રિફ્રેશ થઈ શકે છે.
- ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને One UI વિથ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે.
- ફોનના ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
- ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળી શકે છે.
‘ગેલેક્સી નોટ 20 પ્લસ’નાં બેઝિક સ્પેસિફકેશન
- કોરિયન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં એક્સીનોસ 992 પ્રોસેસર મળી શકે છે.
- આ સિરીઝનાં ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેની સાઈઝ 6.9 ઈંચની હોઈ શકે છે.
- ફોનમાં 5G કનેક્ટિવિટી પણ મળી શકે છે.
- ‘ગેલેક્સી નોટ 20 પ્લસ’માં 3 રિઅર કેમેરા સેટએપ મળશે, જેમાંથી પ્રાઈમરી રિઅર કેમેરા 64MPનો હોઈ શકે છે
- ફોનની ડાબી બાજુ વોલ્યુમ અને પાવર બટન મળશે. ફોનનાં બોટમમાં સાઉન્ડ ગ્રીલ અને USB પોર્ટ મળશે.
- ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4500mAhની બેટરી મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VpSMsu
No comments:
Post a Comment