
સાઉથ કોરિયન ટેક કંપની સેમંસગ તેના લૉ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી A01 કોર’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં જ તેની લીક થયેલી તસવીરો સામે આવી છે. ટેક ટિપ્સ્ટર ઈવાન બ્વાસે ટ્વીટ કરી ફોનની તસવીર લીક કરી છે. તે મુજબ ફોનમાં સિંગલ રિઅર કેમેરા અને ટેક્સચર્ડ બેક પેનલ મળશે.
New post at Patreon: "Samsung Galaxy A01 Core" [https://t.co/lpo77FmLvW] pic.twitter.com/EySmrdu6oJ
— Evan Blass (@evleaks) June 26, 2020
ફોનનાં રેડ અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનને એન્ટ્રી લેવલ સ્માર્ટફોન કેટેગરીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
‘ગેલેક્સી A01 કોર’નાં બેઝિક સ્પેસિફિકેશન
- લીક અનુસાર ફોનમાં સિંગલ રિઅર કેમેરા મળશે. રિઅરમાં મેટ ફિનિશિંગ પેનલ મળશે.
- ફોનની જમણી બાજુએ વોલ્યુમ અને પાવર બટન મળશે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક MT6739WW પ્રોસેસર મળી શકે છે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં 1480x720 રિઝોલ્યુશન ધરાવતી HD+ ડિસ્પ્લે મળશે.
- ફોનમાં રિમૂવેબલ બેટરી મળી શકે છે.
- ફોન SM-A013F/DS મોડેલ નંબર સાથે બ્લુટૂથ SIG સાઈટ પર જોવા મળ્યો છે. તે મુજબ ફોનમાં બ્લુટૂથ વર્ઝન 5 મળશે સાથે જ કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ,3.5mm ઓડિયો જેક અને USB પોર્ટ પણ મળશે.
- તેની કિંમત 6,000 રૂપિયાથી 10,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dFF4rY
No comments:
Post a Comment