Friday, 26 June 2020

હવે મોબાઈલ ફોનથી જ 2D ઈમેજને 3D ઈમેજમાં પરિવર્તિત કરી શકાશે, ફેસબુકના સંશોધકોએ નવું ટૂલ વિકસાવ્યું

ફેસબુકના સંશોધકોએ એક એન્ડ ટુ એન્ડ સિસ્ટમ તૈયાર કરી છે. તેનાથી યુઝર તેના સ્માર્ટફોનથી લીધેલી 2D તસવીરને 3D તસવીરમાં પરિવર્તિત કરી શકશે. આ નવું ફ્રેમ વર્ક યુઝર્સને 3D ફોટોગ્રાફી માટે વધારે પ્રેક્ટિલ અપ્રોચ આપે છે અને નવી ડિઝાઈન માટે સજેશન પણ આપે છે.

ફેસબુકના આ નવા ટૂલથી યુઝર્સ કોઈ પણ મોબાઈલ પર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકશે અને રિઅલ ટાઈમમાં 2D ઈમેજને 3D ઈમેજમાં કન્ટવર્ટ કરી શકશે. તેના માટે કોઈ ફોટોગ્રાફી સ્કિલ્સ કે અન્ય લેન્સની આવશ્યકતા નહીં રહે. 2Dથી 3D ઈમેજ કન્ટવર્ટ કરવા માટે ટૂલ ગણતરીની સેકન્ડ્સનો જ ટાઈમ લે છે. આ ટૂલ 2D જૂની અને નવી તસવીરોને 3Dમાં કન્વર્ટ કરે છે.

આ સિસ્ટમ કોઈ પણ ફોન પર કામ કરે છે

  • આ ટૂલ વિકસવાનાર ટીમના પ્રમુખ અને સંશોધક જોહાન્સ કોફે જણાવ્યું કે, શરૂઆતમાં તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઈટ અને ગ્રેન્યુઅલ હતી ત્યારબાદ કલર ફોટોગ્રાફી અને ત્યારબાદ ડિજિટલ ફોટોગ્રાફીએ આપણને ઉચ્ચ ગુણવત્તા અને સારાં રિઝોલ્યુશન્સ ધરાવતી તસવીરો આપી છે.
  • હવે જમાનો 3D ફોટોગ્રાફીનો શરૂ થયો છે, જેમાં તસવીરોને વધારે જીવંત અને વાસ્તવિક મહેસૂસ કરી શકાય છે. ફોટો ફીચર નામથી આ ટેક્નોલોજી ફેસબુક પર વર્ષ 2018ના અંતથી અવેલેબલ છે, પરંતુ તેના ઉપયોગ માટે ડ્યુઅલ લેન્સ કેમેરાની આવશ્યકતા હતી.
  • હવે ફેસબુક ટીમે તેમા એક નવું અલ્ગોરિધમ ઉમેર્યું છે, જે આપમેળે જ 2Dની ઉંડાઈનું અનુમાન લગાવે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કોઈ પણ મોબાઈલ ડિવાઈસ પર કરી શકાય છે.

આ ટૂલ બનાવવા માટે ફેસબુકે AIની મદદ લીધી

  • નવાં ટૂલને બનાવવા માટે સંશોધકોએ પબ્લિક ડોમેઈનમાં ઉપલ્બધ કોરોડો 3D તસવીરોનાં માધ્યથી ટ્રેનિંગ આપી. તેના માટે ફેસબુકે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદ લીધી. ફ્રેમવર્કમાં 2D ઈનપુટ ઈમેજની ટેક્સચર ઈનપેન્ટિંગ અને જિયોમેટ્રી કેપ્ચરને પણ 3D કન્વર્ટમાં સામેલ કરવામાં આવ્યું, જેનાથી જીવંત લાગતી તસવીરો લઈ શકાય.
  • દરેક પ્રકારના ઓટોમેટેડ સ્ટેપ્સ જે યુઝરને 2D ઈમેજને મોબાઈલથી 3Dમાં કન્વર્ટ કરે છે, તે મેક અને અન્ય મોડેલ પર સપોર્ટ કરે તે રીતે ઓપ્ટિમાઈઝ કરવામાં આવ્યાં છે. તે ડિવાઈસની મેમરી અને ડેટા ટ્રાન્સફર ક્ષમતાઓ સાથે કામ કરવામાં સક્ષમ છે.

ફેસબુક હાઈ ક્વોલિટી ડેપ્થજાણી શકે તેવી સિસ્ટમ તૈયાર કરી રહી છે

  • ફેસબુકના સંશોધકો હાઈ ક્વોલિટી 3D અનુભવ માટે સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે, જે કમ્પ્યૂટર વિઝન, ગ્રાફિક્સ અને મશીન લર્નિંગને વેગ આપશે.
  • ભવિષ્ય માટે ટીમ મશીન લર્નિગ પદ્ધતિઓની તપાસ કરી રહી છે, જે ફોટો જ નહીં પરંતુ વીડિયોને પણ 3Dમાં કન્વર્ટ કરી શકે. આ સિસ્ટમને કંપની કમ્પ્યૂટર ગ્રાફિક્સની એન્યુલ કોન્ફરન્સ SIGGRAPH 2020માં ઓગસ્ટ મહિનામાં રજૂ કરવાની તૈયારીમાં છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mobile phones can now convert 2D images to 3D images, Facebook researchers develop new tool


from Divya Bhaskar https://ift.tt/2ZgrQN4

No comments:

Post a Comment