
સ્વિડિશ મ્યૂઝિક સર્વિસ ‘સ્પોર્ટિફાય’નો લાભ હવે ભારતીય એલેક્સા ડિવાઈસ યુઝર્સને મળશે. કંપનીએ શુક્રવારે તેની જાહેરાત કરી છે. એમેઝોનના વોઈસ અસિસ્ટન્ટ એલેક્સા ધરાવતા ડિવાઈસ યુઝર્સ ‘સ્પોર્ટિફાય’ એક્સેસ કરી શકશે. હાલ આ સર્વિસની શરૂઆત એમેઝોન ઈકો ડિવાઈસથી થઈ છે. તેમાં ફ્રી અને ટ્રાયલ બંને વર્ઝનનો સપોર્ટ મળશે.
કેવી રીતે સ્પોર્ટિફાયનો ઉપયોગ કરશો?
- એેમેઝોન એલેક્સામાં સ્પોર્ટિફાયનું સેટઅપ કરવા માટે સૌ પ્રથમ એલેક્સા એપ ઓપન કરો.
- એપના સેટિંગમાં જઈ મ્યૂઝિકમાં જઈને લિંક ન્યૂ સર્વિસ પર ક્લિક કરો.
- ત્યારબાદ ઓપ્શનમાં સ્પોર્ટિફાય સિલેક્ટ કરો.
- ત્યારબાદ સ્પોર્ટિફાય યુઝરનેમ અને પાસવર્ડ સબમિટ કરો.
- આ પ્રક્રિયા કરવાથી સ્પોર્ટિફાય ડિફોલ્ટ મ્યૂઝિક એપ બની જશે. જોકે તેને અનેબલ પણ કરી શકાશે.
એમેઝોન ઈકો પર સ્પોર્ટિફાયની શરૂઆત વર્ષ 2016માં જ થઈ હતી પરંતુ તેમાં પ્રિમિયમ સબસ્ક્રાઈબર્સને જ એક્સેસ મળતો હવે હવે યુઝર્સ એપના ફ્રી વર્ઝનનો પણ ઉપયોગ કરી શકશે. એલેક્સા ડિવાઈસ પર વોઈસ કમાન્ડથી સોન્ગ, મૂવી, રેડિયો, પોડકાસ્ટ સહિતનાં ફીચર સાથે સ્પોર્ટિફાય એપ એક્સેસ કરી શકાશે. આવા કેટલાક વોઈસ કમાન્ડ પર નજર કરીએ...
- એલેક્સા, પ્લે માય ડેઈલી મિક્સ 1 ઓન સ્પોર્ટિફાય
- એલેક્સા, પ્લે બોલિવૂડ લેટેસ્ટ સોન્ગ્સ
- એેલેક્સા, પ્લે એ આર રહેમાન રેડિયો ઓન સ્પોર્ટિફાય
- એલેક્સા, સેટ અલાર્મ ફોર 6 AM વિથ મેડિટેશન મ્યૂઝિક ઓન સ્પોર્ટિફાય
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31nuraW
No comments:
Post a Comment