Sunday, 28 June 2020

ટૂંક સમયમાં ફેસબુકમાં ગ્લોબલી ડાર્ક મોડ ઉમેરાશે, કેટલાક iOS યુઝર્સના ફોનમાં નવું ફીચર જોવા મળ્યું

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે ફાઈનલી પોતાની મોબાઈલ એપમાં ડાર્ક મોડ ઉમેરાયાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલ ડાર્ક મોડનો ઉપયોગ કેટલાક iOS યુઝર્સ જ કરી શકશે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

કેટલાક જ iOS યુઝર્સ ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશે. જોકે તે માત્ર iOS 14 ઓપરેટિંગ જ કામ કરશે કે કેમ તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. એન્ડ્રોઈડ ડિવાઈસ પર છેલ્લા 1 વર્ષથી આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટ્વિટર પર કેટલાક યુઝર્સ ડાર્ક મોડના ફોટોસ ટ્વીટ કરી રહ્યા છે.

જો તમે લકી iOS યુઝર્સ છો અને તમારા આઈફોનમાં આ નવું ફીચર એક્ટિવ થયું છે તો આઈફોનની ફેસબુક એપના સેટિંગ એપમાં જઈને આ ફીચર એક્ટિવ કરી શકાય છે. ડાર્કમોડમાં ગ્રે અને વ્હાઈટ ટેકસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકની માલિકીની એપ્સ મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપમાં ગ્લોબલી ડાર્ક મોડ ફીચર લોન્ચ થયું છે હવે મોડે મોડે ફેસબુક તેની પોતાની એપમાં તેને લોન્ય કરશે. ફેસબુકના ડેસ્કટોપ વર્ઝનમાં પણ થોડા દિવસ અગાઉ ડાર્ક મોડ ફીચ લોન્ચ થયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Facebook will soon add a globally dark mode, a new feature found in the phones of some iOS users


from Divya Bhaskar https://ift.tt/31nRFxx

No comments:

Post a Comment