Thursday, 25 June 2020

સોનીના WF-SP800N અને WF-XB700 ટ્રુ વાયરલેસ ઈયરફોનનો સેલ, પ્રારંભિક કિંમત ₹ 9,990

જાપાનીઝ ટેક બ્રાન્ડ સોનીએ ભારતમાં તેના WF-SP800N અને WF-XB700 ટ્રુ વાયરલેસ ઈયરફોન બુધવારે લોન્ચ કર્યાં છે. WF-SP800Nની કિંમત 18,900 રૂપિયા અને WF-XB700 મોડેલની કિંમત 9,990 રૂપિયા છે. આજે એટલે કે ગુરવારથી તેનો સેલ શરૂ થયો છે. WF-XB700નાં બ્લેક અને બ્લૂ તેમજ WF-SP800Nનાં બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ગ્રાહોક ઈ કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી કરી શકે છે.

WF-SP800Nનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ ઈયરફોનમાં નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી મળે છે.
  • તેને IP55 રેટિંગ મળ્યું છે અર્થાત તે ડસ્ટ અને સ્પેલશ રેઝિસ્ટન્ટ છે.
  • સિંગલ ચાર્જમાં ઈયરફોન 9 કલાકનું પ્લેબેક આપે છે, અને કેસિંગ સાથે વધારાના 9 કલાકનું પ્લેબેક મળે છે.
  • તે જેસ્ટર (હાથના હાવભાવ) કન્ટ્રોલ સપોર્ટ કરે છે. સાથે જ વોઈસ અસિસ્ટન્ટ એક્સેસ પણ કરે છે.
  • બ્લુટૂથમાં SBC અને AAC કોડેકને જ તે સપોર્ટ કરે છે.
  • સિંગલ ચાર્જ પર તે 18 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે.
  • આ ઈયરફોનની ખાસ વાત એ છે કે તેમાં બિલ્ટ ઈન એલેક્સા સપોર્ટ મળે છે.

WF-XB700 ઈયરફોનનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ ઈયરફોનને IPX4 રેટિંગ મળ્યું છે અર્થાત તે વોટર રેઝિસ્ટન્ટ છે.
  • તે કુલ 18 કલાકની બેટરી લાઈફ આપે છે.
  • ફુલ ચાર્જ પર તે 9 કલાકનું પ્લેબેક આપે છે.
  • તે વોઈસ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે.
  • બ્લુટૂથમાં SBC અને AAC કોડેકને જ તે સપોર્ટ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sale of Sony's WF-SP800N and WF-XB700 True Wireless Earphones, starting price ₹ 9,990


from Divya Bhaskar https://ift.tt/2VfG4wu

No comments:

Post a Comment