Saturday, 27 June 2020

ફોટો એડિટિંગ એપ Photo Lab ટ્રેન્ડ બની, દુનિયાભરના યુઝર્સ પસંદ કરી રહ્યા છે, અત્યાર સુધી 10 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે

ફોટોએડિટિંગ એપ Photo Labનો ભારતમાં ટ્રેન્ડ વધી રહ્યો છે. અત્યારે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટિઝ પણ આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ Android અને iOS પ્લેટફોર્મ પર લાંબા સમય સુધી છે. ભારતમાં છેલ્લા થોડા દિવસમાં તે ઘણી લોકપ્રિય થઈ રહી છે. ફોટો એડિટિંગ એપ ફોટો લેબ એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગુગલ પ્લે અને એપલ યુઝર્સ માટે એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગૂગલ પ્લે પર Linerock Investments ડેવલપરની ફોટો લેબ એપને 10 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. 21 લાખ રિવ્યુની સાથે આ એપને 4.4 સ્ટાર રેટિંગ મળ્યા છે.

શું છે Photo Lab એપ?
Photo Lab એક ફોટો એડિટિંગ એપ છે. આ એપ અન્ય ફોટો એડિટિંગ એપની જેમ જ ફિલ્ટર્સ અને એડિટિંગ ટૂલ્સથી સજ્જ છે. તેમાં 900થી વધારે ફિલ્ટર્સ છે, પરંતુ તેનું કાર્ટૂન લુક આપતું ફિલ્ટર સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં રહેલા ઘણા ફિલ્ટર્સ અને ઓવરલે દ્વારા ફોટાને આકર્ષક લુક આપી શકાય છે.

વેબસાઈટની પ્રમાણિકતા વેરિફાઈ નથી
આ એપને ચલાવનારી બે કંપનીઓ VicMan અને Linerock ઇન્વેસ્ટમેંટ છે. તેને Pho.to વેબસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના દાવા અનુસાર, તેને આ ક્ષેત્રમાં લગભગ 10 વર્ષનો અનુભવ છે. જો કે, આ વેબસાઈટની અધિકૃતતા વેરિફાઈ કરવામાં નથી આવી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે એપ યુઝર્સના ફોટો એક્સેસ કરવાની મંજૂરી પૂછે છે, બાદમાં તે કંપનીના સર્વર પર પ્રોસેસ્ડ કરે છે.

હાલમાં એપે ઘણી કમાણી કરી રહી છે
એન્ડ્રોઈડમાં ફોટો લેબ ડિસેમ્બર 2010માં લોન્ચ કરવામાં આવી હતી પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે ગત મહિને આ એપને દુનિયાભરમાં 40 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી અને એપએ 1,00,000 ડોલર (અંદાજે 75,62,800 રૂપિયા)થી વધારે કમાણી કરી. તેમજ iOSમાં Photo Labને જૂન 2011ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. એપને દુનિયાભરમાં ગત મહિને 3 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી અને તેને 2,00,000 ડોલર (1,51,25,600 રૂપિયા)થી વધારે કમાણી કરી.

એપમાં કાર્ટૂન પોર્ટ્રે બનાવવા માટે શું કરવું-

  • ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરો
  • ત્યારબાદ Photo Lab એપ ઓપન કરો
  • પછી AI કાર્ટૂન ટેબ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ એપ યુઝર્સની ગેલરીનું એક્સેસ માંગશે
  • ત્યારબાદ તમે જે ફોટોને પોર્ટેટ બનાવવા માગો છે
  • તેને ફિલ્ટરમાં અપ્લાય કરવાનું રહેશે
  • વધારે ઈફેક્ટ માટે નીચે આપવામાં આવેલી Click on + સાઈન પર ક્લિક કરવાનું રહેશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Photo editing app Photo Lab has become a trend, liked by users around the world, has been downloaded more than 100 million times so far


from Divya Bhaskar https://ift.tt/2NBKidy

No comments:

Post a Comment