
ફેસબુકની માલિકીની એપ્સ વ્હોટ્સએપમાં એક નવાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે.વ્હોટ્સએપમાં એનિમેટેડ ફીચરનું ટેસ્ટંગ ચાલી રહ્યું છે. સાથે જ સ્ટિકરના લુક અને ડિઝાઈન બદલવા પર પણ કંપની કામ કરી રહી છે. વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
✅ WhatsApp is rolling out the possibility to view animated stickers for iOS and Android!
— WABetaInfo (@WABetaInfo) June 23, 2020
The feature consists of three parts, the first one is enabled right now for specific users. Details in the article.https://t.co/9mwXQWeIDH
વેબસાઈટ અનુસાર એનિમેટેડ ફીચરનું ટેસ્ટિંગ કેટલાક iOS અને એન્ડ્રોઈડ યુઝર્સ પર શરૂ થયું છે. જોકે તેનો ઉપયોગ હાલ બીટા યુઝર્સ જ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઈડના 2.20.194.7 બીટા વર્ઝન અને iOSના 2.20.70.26 બીટા વર્ઝન પર અવેલેબલ છે.
હાલ આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફીચર સાથે યુઝરને ડાર્ક મોડમાં આઉટગોઈંગ બબલનો કલર બદલાતો જોવા મળશે. હાલના બબલ કરતાં તે અલગ હશે. આ ફીચરથી યુઝર ચેટને તેની હોમસ્ક્રીન પર લાવી શકે છે.
એનિમેટેડ સ્ટિકર
યુઝર એનિમેટેડ સ્ટિકરને સેવ અને સેન્ડ બંને કરી શકે છે. જોકે તેને થર્ડ પાર્ટી દ્વારા ઈન્સ્ટોલ કરવાના રહેશે તો ઘણા સ્ટિકર વ્હોટ્સએપ સ્ટોરમાં પણ ઉપલબ્ધ રહેશે. આ ફીચરથી યુઝર ચેટનો વધારે સારો એક્સપિરિઅન્સ મેળવી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37Ytozi
No comments:
Post a Comment