
દેશમાં સરકાર અને લોકો ડિજિટલ ઈન્ડિયા તરફ વળ્યા છે પણ શું આપણે ડિજિટલી સુરક્ષિત છીએ? ટેક રિસર્ચ ફર્મ IBMના રિપોર્ટ માં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. IBMના એક રિપોર્ટ અનુસાર, છેલ્લાં 2 વર્ષમાં દર 2 માંથી 1 ભારતીય કંપની સાઈબર બ્રીચ અર્થાત ડેટા લીકનો શિકાર બની છે. તેમાં ડેટા ચોરી, ડેટા ડિલીટ અને ડેટા લીક કરવામાં આવ્યા છે. તેમાં કંપની અને ગ્રાહકો બંનેનો પર્સનલ અને સંવેદનશીલ ડેટા સામેલ છે. રિપોર્ટ અનુસાર, કોવિડ-19 મહામારીના કાળમાં સાઈબર અટેકનું પ્રમાણ વધી ગયું છે.
કોરોનાવાઈરસ સંબંધિત સાઈબર સ્કેમમાં 6,000%નો વધારો
IBM ઈન્ડિયાના જનરલ મેનેજર સંદિપ પટેલના જણાવ્યા અનુસાર, કોરોનાકાળમાં સાઈબર અટેકનું પ્રમાણ વધી ગયું છે. IBMની ટીમે જ્યારથી કોરોનાવાઈરસને મહામારી જાહેર કરવામાં આવી ત્યારથી રિસર્ચ કર્યું છે. તેમાં માલુમ પડ્યું કે, કોરોનાકાળમાં કોરોનાવાઈરસ સંબંધિત સાઈબર સ્કેમમાં 6,000%નો વધારો થયો છે.
સંદિપ પટેલના જણાવ્યા અનુસાર, દેશની 45% કંપનીઓએ સાઈબર સિક્યોરિટી વધારવાની જરૂર છે. તેના માટે કંપનીઓએ હાઈ સ્કિલ્ડ ધરાવતા લોકોને તક આપવી પડશે. ઓટોમેશન, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પ્રાઈવસી સિક્યોર કરી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3f8lBRC
No comments:
Post a Comment