
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ચીન વિરોધી વંટોળ વચ્ચે પોતાનો પોર્ટફોલિયો વધારવા માટે તેના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરી રહી છે. ગેલેક્સી A51, ગેલેક્સી Z ફ્લિપ સહિતના સ્માર્ટફોની કિંમતમાં ધટાડો કર્યા બાદ હવે કંપનીએ ‘ગેલેક્સી A21s’ સ્માર્ટફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપનીએ તેનાં 6GB + 64GB વેરિઅન્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
The best time to buy the Galaxy A21s is now! Get the 6GB+64GB variant at an awesome price of ₹17499. Buy it today: https://t.co/yF74JLqDSY #Samsung pic.twitter.com/3zVdqH0C6x
— Samsung India (@SamsungIndia) July 25, 2020
લોન્ચિંગ સમયે ફોનનાં 6GB + 64GB વેરિઅન્ટની કિંમત 18,499 રૂપિયા હતી હવે ફોનની ખરીદી 17,499 રૂપિયામાં કરી શકાશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકાશે.
‘ગેલેક્સી A21s’ની વિશેષતાઓ
- ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર એક્સીનોસ 850 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- આ ફોનનાં બ્લેક, વ્હાઈટ અને બ્લૂ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે.
- ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE,Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS,A-GPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
‘સેમસંગ ગેલેક્સી A21s’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઇંચ |
ડિસ્પ્લે ટાઈપ | ઇન્ફિનિટી-O ડિસ્પ્લે |
OS | એન્ડ્રોઈડ 10 |
પ્રોસેસર | સેમસંગ Exynos 850 |
રિઅર કેમેરા | 48 MP+ 8 MP + 2 MP + 2 MP |
ફ્રન્ટ કેમેરા | 13 MP |
રેમ | 4GB |
સ્ટોરેજ | 64GB |
બેટરી | 5000mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hAUGzm
No comments:
Post a Comment