Sunday, 26 July 2020

સ્વદેશી શોર્ટ વીડિયો એપ્સ હવે એન્ગેજમેન્ટ વધારવા અને યુઝર્સને ટકાવી રાખવાની રાહ પર, કંપનીઓ સ્પર્ધા અને શૉ હોસ્ટ કરી કરોડો રૂપિયાના ઈનામ આપી રહી છે

ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર સરકારે પ્રતિબંધ લાદતા દેશમાં તેના સ્વદેશી વિકલ્પોની માગ વધી છે. તેમાં પણ શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોકના વિકલ્પોને લોકો વધારે પસંદ કરી રહ્યા છે. તેનો ફાયદો ચિનગારી, રોપોસો, ટ્રેલ સહિતની એપ્સને મળ્યો છે, પરંતુ હવે એપના માલિકોની સમસ્યા યુઝર્સને તેમના પ્લેટફોર્મ પર ટકાવી રાખવાની બની છે. તેને માટે હવે કંપની રિવોર્ડ અને સ્પર્ધા જેવી વસ્તુઓનો સહારો લઈ રહી છે.

રિસર્ચ ફર્મ KalaGatoના એક રિપોર્ટ અનુસાર, સ્વદેશી એપ્સનું એન્ગેજમેન્ટ ટિકટોક કરતાં ઘણુ ઓછું છે. ટિકટોકના યુઝર્સને સ્વદેશી વિકલ્પો એટલા પસંદ નથી પડી રહ્યા.

ચિનગારી એપે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

  • ટિકટોક બેન થતાં જ સ્વદેશી શોર્ટ વીડિયો શેરિંગ એપ ચિનગારીએ આગ લગાવી હતી. પ્લે સ્ટોર પર તેને 1 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. એપને દરેક કલાકમાં લાખો ડાઉનલોડ મળી રહ્યા છે. યુઝર્સને એપ પર ટકાવી રાખવા માટે કંપનીએ પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શૉ રજૂ કર્યો છે. તેનું નામ ‘ચિનગારી સ્ટાર્સ: ટેલેન્ટ કા મહાસંગ્રામ’ રાખવામાં આવ્યું છે.
  • આ શૉમાં બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સને 1 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. કંપનીએ પ્રત્યેક રાજ્યના બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે 5 લાખ રૂપિયાની પણ જાહેરાત કરી છે. ચિનગારી એપના કો-ફાઉન્ડ સુમિત ઘોષના જણાવ્યા અનુસાર, આ શૉનો હેતુ દેશી ટેલેન્ટને પ્લેટફોર્મ આપવાનો છે.

રોપોસોએ ‘પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો

  • રોપોસો એપ વર્ષ 2014થી કાર્યરત છે, પરંતુ ટિકટોક બેન થતા તેને પોપ્યુલારિટી મળી છે. એપને 5 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. કંપનીએ ‘પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ પ્રોગ્રામની શરૂઆત કરી છે. તેમાં અર્જુન અવોર્ડ હાંસલ કરનાર બબીતા ફોગાટ, રોબિનહુડ આર્મીના ફાઉન્ડર નીલ ઘોષ, ‘શૂટર દાદી’ ચંદ્રો તોમર અને પહેલવાન સંગ્રામ સિંહ સહિતની હસ્તીઓ સામેલ છે.
  • કંપનીએ બેસ્ટ ક્રિએટર્સ માટે ઈનામની જાહેરાત કરી છે. તેમાં 10 યુઝર્સને નેશનલ લેવલે ઈનામ મળશે. કંપનીએ કેશપ્રાઈઝની પણ જાહેરાત કરી છે. આ સિવાય કંપની ક્રિએટર્સને વધારે વ્યૂઝ પ્રાપ્ત કરવા પર રિવોર્ડ પણ આપે છે.

ટ્રેલ એન્ગેજમેન્ટ લાઈવ ટોક શૉનું આયોજન કરશે

  • કંપની યુઝર્સને એપ પર ટકાવી રાખવા માટે ટૂંક સમયમાં એન્ગેજમેન્ટ લાઈવ ટોક શૉનું આયોજન કરવા જઈ રહી છે. તેમાં ભાગ લેનારા મેકર અને વીડિયો ક્રિએટર્સને કંપની ઈનામ આપશે. કંપની હેલ્થ, ફિટનેસ, બ્યુટી અને સ્કિનકેર, ટ્રાવેલ, મૂવી રિવ્યૂ, કુકિંગ અને હોમ ડેકોર સહિતની કેટેગરીમાં એક્સપરિઅન્સ, સજેશન અને રિવ્યૂ શેર કરવા માટે પ્લેટફોર્મ આપે છે.
  • આ લાઈફસ્ટાઈલ બ્લોગિંગ પ્લેટફોર્મ પર યઝુર્સ 5 મિનિટ સુધીનો વીડિયો બનાવી શકે છે. એપ પર કંપની શોપિંગની પણ સુવિધા આપે છે. શોપિંગમાં પણ કંપની રિવોર્ડ અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

તમામ કંપનીઓને એન્ગેજમેન્ટ વધારવા માટે સમય લાગશે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ તમામ સ્વદેશી પ્લેટફોર્મ્સને ટિકટોકનાં લેવલ સુધી પહોંચવા માટે કેટલાક વર્ષ લાગી શકે છે. એન્ગેજમેન્ટ વધારવું એ એક ધીમી પ્રક્રિયા છે. તેમાં 2થી 3 વર્ષનો સમય લાગી શકે છે. ટિકટોક જેટલું એન્ગેજમેન્ટ હાલ એક પણ સ્વેદશી શોર્ટ વીડિયો શેરિંગ એપ પર નથી. તેથી કંપનીઓએ રિવોર્ડ્સ, ઈનામ અને સ્પર્ધા દ્વારા સારું એન્ગેજમેન્ટ હાંસલ કરવા રાહ જોવી પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indigenous short video apps are now offering crores of rupees in prizes by hosting competitions and shows to increase engagement and retain users.


from Divya Bhaskar https://ift.tt/2X1ftEe

No comments:

Post a Comment