
ટિકટોક સહિતની 59 ચાઈનીઝ એપ્સ બેન કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે અન્ય 47 ચાઈનીઝ એપ્સ બેન કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ એપ દેશની સુરક્ષા માટે જોખમકારક હોવાથી અને ચીન સરકારને ડેટા શેર કરતી હોવાથી તેને બેન કરવામાં આવી છે. સત્તાવાર રીતે ટૂંક સમયમાં સરકાર આ તમામ 47 એપ્સનું લિસ્ટ જાહેર કરશે.
ચાઈનીઝ કંપની અલીબાબા સાથે જોડાયેલી અને વિવિધ કેટેગરીમાં સામેલ થતી 250 ચાઈનીઝ એપ્સ પણ સરકારના રડારમાં છે. ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ પ્રમાણે, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીએ બેન કરવામાં આવેલી એપ્સની કંપનીઓને તેની જાણ કરી છે. સરકારે ચેતવણી આપતા કહ્યું છે કે, જો આ બેન કરવામાં આવેલી એપ્સ ફરી ભારતમાં કાર્યરત થઈ તો સરકાર તેના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરશે.
તમામ 47 એપ્સ અગાઉ બેન કરવામાં આવેલી એપ્લની ક્લોન
બેન કરવામાં આવેલી તમામ ચાઈનીઝ એપ્સ અગાઉ બેન થયેલી ચાઈનીઝ એપ્સની ક્લોન એપ્સ હતી. અર્થાત બેન કરવામાં આવેલી ચાઈનીઝ એપ્સના તમામ ફીચર્સ આ એપ્સ ધરાવતી હતી અને તે મૂળ ચીનથી ઓપરેટ થતી હતી.
રિપોર્ટ્સ પ્રમાણે, આ એપ્સને સેક્શન 69A ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત બેન કરવામાં આવી છે. અગાઉ બેન કરવામાં આવેલી 59 એપ્સ પર પણ આ એક્ટ હેઠળ જ પ્રતિંબંધિત કરવામાં આવી હતી.
PUBG સહિત અનેક એપ્સ બેન થઈ શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે અન્ય 250થી વધારે ચાઈનીઝ એપ્સનું લિસ્ટ બનાવ્યું છે. તેમાં પોપ્યુલર ગેમિંગ એપ PUBG પણ સામેલ છે. આ એપ મૂળ તો દક્ષિણ કોરિયાની છે પણ તેને ચીનમાં ડેવલપ કરવામાં આવી છે. આ લિસ્ટમાં શાઓમીની ઝિલી, ચાઈનીઝ ઈ કોમર્સ સાઈટ અલિબાબાની અલિએક્સપ્રેસ એપ, Resso અને ULike સહિતની અનેક એપ્સ સામેલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32XWvSY
No comments:
Post a Comment