Monday, 27 July 2020

ટેલિગ્રામમાં મલ્ટિપલ અકાઉન્ટ સહિતના ફીચરનો ઉમેરો થયો, જાણો તમામ ફીચર્સની માહિતી

મેસેજિંગ એપ ટેલિગ્રામમાં કંપનીએ નવાં ફીચર્સનો ઉમેરો કર્યો છે. કંપનીએ એપને વધારે યુઝર્સ ફ્રેન્ડલી બનાવવા અને હાલ કોરોનાને લીધે ચાલી રહેલા વર્ક ફ્રોમ હોમના વલણને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ લોગ ઈન, વીડિયો પ્રોફાઈલ સહિતના ફીચર્સ લોન્ચ કર્યાં છે.

પ્રોફાઈલ પિક્ચરને બદલે વીડિયો અટેચ કરી શકાશે
નવી અપડેટમાં કંપનીએ વીડિયો પ્રોફાઈલ ફીચર લોન્ચ કર્યું છે. અર્થાત યુઝર્સ તેમની DP અર્થાત ડિસ્પ્લે પિક્ચરમાં કોઈ ફોટોને બદલે વીડિયો અટેચ કરી શકશે. જોકે આ વીડિયો યુઝર્સની પ્રોફાઈલ કોઈ અન્ય યુઝર્સ ઓપન કરશે ત્યારે જ દેખાશે. યુઝર વિવિધ ચેટ્સ માટે પણ અલગ અલગ વીડિયો પ્રોફાઈલનો ઉપયોગ કરી શકશે.

2 GB સુધીનો ડેટા ટ્રાન્સફર કરી શકાશે
હાલ વર્ક ફ્રોમના વલણને ધ્યાનમાં રાખીને કંપનીએ ડેટા ટ્રાન્સફેર લિમિટમાં વધારો કર્યો છે. હવે યુઝર્સ કોઈ પણ પ્રકારનો 2 GB ડેટા ટ્રાન્સફર કરી શકે છે.

ડેસ્કટોપ પર મલ્ટિપલ અકાઉન્ટની સુવિધા
હવે મોબાઈલ એપની જેમ ડેસ્કટોપ વર્ઝનમાં પણ કંપની મલ્ટિપલ અકાઉન્ટની સુવિધા આપી રહી છે. ગ્રૂપ માટે પણ કંપનીએ ફીચર લોન્ચ કર્યું છે. હવે એડમિન ગ્રૂપની ગતિવિધિઓને ગ્રાફની મદદથી જોઈ શકશે. એડમિન મેસેજની સંખ્યા અને લેન્થ સહિતની માહિતી જાણી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Telegram has added a feature including multiple accounts, know the information of all the features


from Divya Bhaskar https://ift.tt/3jKK1Ec

No comments:

Post a Comment