Monday, 27 July 2020

સેમસંગે 5,499 રૂપિયાનો લૉ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યો, જાણો તેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ભારતમાં તેનો લૉ બજેટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M01’ લોન્ચ કર્યો છે. તેનાં 1 GB + 16 GB બેઝિક વેરિઅન્ટની કિંમત 5,499 રૂપિયા છે. ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવેલાં ‘ગેલેક્સી A01’નું આ રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ સ્માર્ટફોનમાં 8MPનો સિંગલ રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ તેના આ લૉ બજેટના 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. તેનાં 1 GB + 16GB વેરિઅન્ટની કિંમત 5,499 રૂપિયા અને 2 GB + 32 GB વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા છે. ફોન બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. 29 જુલાઈથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે.

‘ગેલેક્સી M01’ની વિશેષતાઓ

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • તેમાં ડાર્ક મોડ ઈન્ટિગ્રેશન,ઈન્ટેલિજન્ટ ઈનપુટ અને ફોટોઝ સહિતનાં ફીચર્સ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તેની સાથે LED ફ્લેશ લાઈટ પણ અટેચ છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ, બ્લુટૂથ, GPS/A-GPS, માઈક્રો USB અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.

‘ગેલેક્સી M01’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

5.3 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ TFT
OS એન્ડ્રોઈડ ગો બેઝ્ડ ONE UI

પ્રોસેસર

પ્રોસેસર ક્વૉડકોર મીડિયાટેક 6739

રિઅર કેમેરા 8MP
ફ્રન્ટ કેમેરા 5MP
રેમ 1GB/2GB
સ્ટોરેજ 16GB/32GB
બેટરી 3000mAh


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung launches Rs 5,499 low budget smartphone 'Galaxy M01', find out its features and specifications


from Divya Bhaskar https://ift.tt/2X2syNP

No comments:

Post a Comment