Tuesday, 11 August 2020

લોકડાઉનમાં કપલ્સ વર્ચ્યુઅલ ડેટિંગ તરફ વળ્યાં, ક્વેક-ક્વેક પર 1 કરોડ યુઝર્સ વધ્યા તો ટિંડરની રેવન્યુ 1900 કરોડને પાર

કોરોનાને લીધે લોકડાઉનમાં કપલ્સ વચ્ચેનું અંતર ડેટિંગ એપ્સે દૂર કર્યું છે. લોકડાઉનમાં વર્ચ્યુઅલ ડેટિંગને લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે. સ્વદેશી ડેટિંગ એપ ક્વેક-ક્વેક (QuackQuack)ને 1 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. કંપનીના ડેટા અનુસાર, છેલ્લા 2 મહિનામાં આશરે 10 લાખ નવા યુઝર્સ ઉમેરાયા છે.

QuackQuack એપ પર 25% યુઝર્સ સ્ટુડન્ટ છે
QuackQuack એપ પર માર્કેટિંગના 50%, બિઝનેસના 25% અને સ્ટુન્ડટ્સ 25% યુઝર્સ છે. રવિ મિત્તલના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ પર દરરોજ 80% યુઝર્સ વધી રહ્યા છે. કંપનીની રેવન્યુમાં પણ 20%નો વધારો થયો છે. QuackQuack ભારતની સૌથી ઝડપી ગ્રોથ કરનારી ડેટિંગ એપ બની છે. તે વર્ષ 2010માં લોન્ચ થઈ હતી. કંપનીએ લોકડાઉનમાં નવાં ફીચર્સનો ઉમેરો કરતાં ફાયદો થયો છે. લોકડાઉન પહેલાંની સરખામણીએ હાલ 30થી 35% યુઝર્સ વધ્યા છે.

ટિંડર એપ પર ચેટિંગમાં 39% વૃદ્ધિ થઈ
લોકડાઉનમાં ટિંડર એપને પણ ફાયદો થયો છે. લોકડાઉનમાં એપ પર ચેટિંગની સંખ્યામાં 39% વૃદ્ધિ થઈ છે. કંપનીની ડેટા પ્રમાણે, તેની રેવન્યુ 1900 કરોડ રૂપિયાને પાર પહોંચી છે. ટિંડર એપના જનરલ મેનેજર તરુ કપૂર જણાવે છે કે, એપમાં પ્રથમ લોકડાઉનથી ત્રીજા લોકડાઉન સુધી જનરેશન-Z (વર્ષ 1995થી 2010 દરમિયાન જન્મેલા યુવાઓ) વચ્ચે થનારી વાચતીચમાં 10%નો વધારો થયો છે.

ટિંડરના ગ્લોબલી 5.7 કરોડ યુઝર્સ
ગ્લોબલી ટિંડર એપના 5.7 કરોડ યુઝર્સ છે. આ એપ 190 દેશોમાં 40 ભાષામાં અલેલેબલ છે. એપ પર 1 અઠવાડિયાંમાં 10 લાખથી વધારો લોકો ડેટ કરે છે. નિલ્સનના રિપોર્ટ અનુસાર, એપ પર 50%થી વધારે યુઝર્સ રાતે 9 વાગ્યા પછી આવે છે.

લોકડાઉનમાં બમ્બલ એપ પર મેસેજના ફ્લોમાં 19%નો વધારો
બમ્બલ એપના સ્ટ્રેટેજીના વાઈસ પ્રેસિડન્ટ પ્રીતિ જોશીના જણાવ્યા અનુસાર, એપ્રિલના છેલ્લા અઠવાડિયાંમાં પહેલાં કરતાં મેસેજિસના ફ્લોમાં 19%નો વધારો નોંધાયો. વીડિયો અને ઓડિયો કોલિંગના સમયમાં પણ 18 મિનિટનો વધારો થયો છે. સામાન્ય રીતે આ સમય 10થી 12 મિનિટનો હતો.

પાર્ટી ફીચર ડેટિંગ એપે કપલને સાથે રહેવાનો અહેસાસ કરાવ્યો
લોકડાઉન દરમિયાન પાર્ટી ફીચર ડેટિંગ એપ સિંગલ્સને પણ લોકોએ પસંદ કરી છે. આ ફીચરની મદદથી સોન્ગ અને ફિલ્મોનું લિસ્ટ તૈયાર કરી શકાય છે. ડેટ કરનાર બંને વ્યક્તિ એકસાથે તેને સાંભળી અને જોઈ શકે છે. આ એપમાં ઓનલાઈન શોપિંગ પણ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lockdown Increased Distance To Become A Boon Of Dating App For Lovers; Tinder's Revenue Crosses 18.6 Billion When 10 Million Users Increase On Quake Quake


from Divya Bhaskar https://ift.tt/31JuADQ

No comments:

Post a Comment