
લોકડાઉનના લીધે વર્ક ફ્રોમ હોમનું વલણ વધ્યું છે. ગૂગલ, ફેસબુક સહિતની ઘણી IT કંપનીઓએ આ વર્ષ સુધી તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે મંજૂરી આપી છે. મોન્સૂનમાં ઘરે રહીને પણ વધારે પ્રોડક્ટિવિટીથી કામ કરી શકાય છે.
10 ઈક્વિપમેન્ટની મદદથી તમારું કામ સરળ બનશે
માર્કેટમાં એવાં ઘણા ઈક્વિપમેન્ટ છે જે વર્ક ફ્રોમ હોમમાં તમારી પ્રોડક્ટિવિટી વધારશે અને તમે વધુ સારી રીતે કામ કરી શકશો. તો આવો જાણીએ આ 10 ઈક્વિપમેન્ટ વિશે જે તમારા વર્ક ફ્રોમ હોમને વધુ સરળ બનાવવામાં મદદ કરશે...
1. લેપટોપ
વર્ક ફ્રોમ હોમ માટે એક સારું લેપટોપ આવશ્યક છે. માર્કેટમાં ઘણી વેરાયટિમાં લેપટોપ ઉપલબ્ધ છે.
ડેલ ન્યૂ ઈન્સ્પાયરન 14 (5490)
આ લેપટોપમાં 10th જનરેશન ઈન્ટેલ કોર i3 પ્રોસેસર છે. લેપટોપમાં 4GBની રેમ અને 512GB SSD સ્ટોરેજ આપવાં આવ્યું છે. તેમાં 14 ઈંચની ફુલ HD એન્ટિ ગ્લેયર સ્ક્રીન મળે છે. તેનું વજન 1.42 કિલોગ્રામ છે. કનેક્ટિવિટી માટે તેમાં 2 x USB 3.1 પોર્ટ, USB 2.0 પોર્ટ, USB ટાઈપ-C, HDMI અને માઈક્રો SD કાર્ડ મળે છે. લેપટોપ એક્સપ્રેસ ચાર્જ સાથે આવે છે, જે 20 મિનિટમાં 35% ચાર્જ કરે છે.
hp ક્રોમબુક x360 12b
જો તમને એડિટિંગ અને રિસોર્સ ઈન્ટેસિલ એપ્લિકેશનની જરૂર નથી તો આ લેપટોપ તમારા માટે સારો ઓપ્શન રહેશે. આ લેપટોપ ગૂગલ ક્રોમ OS પર કામ કરે છે. તેમાં IPS LCD ડિસ્પ્લે સાથે 1366 x 912 પિક્સલ રિઝોલ્યુશન મળે છે. તેમાં Intel Celeron ડ્યુઅલ કોર પ્રોસેસર અને 4GB રેમ મળે છે. લેપટોપમાં 64GBનું સ્ટોરેજ છે, જેને SD કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાય છે.
hp 4Q (cy0005AU)
આ લેપટોપની કિંમત ઓછી છે અને તેનું વજન 1.47 કિલોગ્રામ છે. તેમાં 14 ઈંચની LED ડિસ્પ્લે મળે છે, જે 1,366 x 768 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે. આ સિવાય તેમાં ડ્યુઅલ કોર AMD A4 પ્રોસેસર અને 4GBની રેમ મળે છે. તેમાં વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં HD વેબકેમ અને ડ્યુઅલ સ્પીકર્સ પણ છે.
2. Z કમ્પ્યૂટર ટેબલ વિથ ફિક્સ્ડ આર્મ ચેર
ઓફિસમાં તમે કમ્ફર્ટેબલ રીતે બેસીને કામ કરી શકો છો, જોકે ઘરમાં પ્રોપર સેટઅપ વગર તે મુશ્કેલ છે. લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ કરવાથી તમારુ પોશ્ચર બગડી શકે છે. તમને કમર, પીઠ અને પગનો દુખાવો થઈ શકે છે.
આ સમસ્યા ન થાય તેના માટે તમે ખાસ વર્ક ફ્રોમ હોમ ફર્નિચરની ખરીદી કરી શકો છો. ઓનલાઈન તેની ખરીદી 899 રૂપિયાથી લઈ 5 હજાર રૂપિયા સુધી કરી શકાય છે. તમે Z કમ્પ્યૂટર ટેબલ વિથ ફિક્સ્ડ આર્મ ચેરની ખરીદી કરી શકો છો. તેની કિંમત 10 હજાર રૂપિયા છે અને તે ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે.
3. બ્રોડબેન્ડ કનેક્શન અને વાઈફાઈ રાઉટર
વર્ક ફ્રોમ હોમમાં બેઝિક જરૂરિયાત ઈન્ટરનેટની પણ છે. તેના માટે મોબાઈલ હોટસ્પોટને બદલે બ્રોડબેન્ડ કનેક્શન અને વાઈફાઈ રાઉટરનો ઉપયોગ વધુ સારો રહેશે. તમે બ્રોન્ડબેન્ડ કનેક્શન પર અનલિમિટેડ પ્લાન પણ કે પછી 100GB અથવા 200GBનો પ્લાન લઈ શકો છો.
4. સિસ્કા P0511J પાવર બેંક
મોન્સૂનમાં બની શકે તમારા વિસ્તારમાં વિજળી પણ ગુલ થતી હોય. તેને લીધે તમારા કામમાં અવરોધ ન થાય તે માટે તમારા ગેજેટ્સને ચાર્જ કરવા માટે પાવર બેંક એક સારો ઓપ્શન રહેશે. તમે સિસ્કા P0511J પાવર બેંકની ખરીદી કરી શકો છો. તેમાં 5000mAhની બેટરી મળે છે. ઈ કોમર્સ સાઈટ પરથી ઓછી કિંમતે પણ તેની ખરીદી કરી શકાશે.
5. ગોલ્ડમેડલ આઈ-ડોક પ્લેયર
ગોલ્ડમેડલનો આઈ-ડોક પ્લેયર તમારા વીકેન્ડને કિક-સ્ટાર્ટ કરવા માટે એક સાથી તરીકે કાર્ય કરે છે. તે તમારા મનપસંદ ગીતો પ્લે કરે છે. તેને ડાયરેક્ટ ગોલ્ડમેડલના કર્વ મોડ્યુલર કવર પ્લેટોની સાથે એક ફ્લશ બોક્સમાં સ્થાપિત કરી શકાય છે. ઈન-બિલ્ટ સ્ટીરિયો એમ્પ્લીફાયરથી સજ્જ આઈપોડ અને આઈફોન માટે ચાર્જિંગ ફંક્શન સાથે પણ આવે છે. તેની સિસ્ટમ ગીતોને કોઈપણ હાઈ-ફાઈ અથવા મલ્ટી-રૂમ સિસ્મટથી કનેક્ટ કરવામાં સક્ષમ બનાવે છે, જેથી તમે તમારા મનપસંદ ગીતો માટે તૈયાર કરી શકો. તેને રિટેલ સ્ટોરની સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકાય છે.
6. ઈનાલ્સા સ્ટીમ આર્યન ગીઝર ટાઈટેનિયમ
ઇનાલ્સા સ્ટીમ આયર્ન ગીઝર ટાઈટેનિયમ કોમ્પેક્ટ છે. તે તમને સ્ટીમ-આયર્નની મદદ કરે છે. 2000 વોટનું આ ગીઝર તમારા કપડાને એકદમ યોગ્ય બનાવે છે. ઓફિસમાં ઈમ્પ્રેશન વધારવા માટે આ એક સારી પ્રોડક્ટ છે જેને તમે અપનાવી શકો છો. તે રિટેલની સાથે એમેઝોન પર પણ ઉપલબ્ધ છે.
7. કપડાંને સુકાવવા માટે સ્ટેન્ડ
ચોમાસા દરમિયાન કપડાને ક્યાં સૂકાવવા તે મોટી સમસ્યા છે. ઇઝી સ્ટીલ ફ્લોર ક્લોથ ડ્રાયર સ્ટેન્ડ 18ની સાથે તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. દરેક કાપડનું અંતર વધારીને, કપડાં સૂકવી શકાય છે. જ્યારે તમે ઝૂમ મીટિંગમાં જાઓ છો, ત્યારે તમારી પર્સનાલિટી દેખાઈ આવે છે. તે રિટેલ અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે.
8. ગોલ્ડમેડ આઇ-સ્ટ્રીપ 205101 LED સ્પાઇક ગાર્ડ
ઘરેથી કામ કરતી વખતે, તમારે એક એવી પ્રોડક્ટની જરૂર પડશે જે તમારી સુવિધા વધારતા તમારા ડિવાઈસ ચાર્જિંગની જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે. આ 2 મીટરની લંબાઈવાળા પાવર કોર્ડ સાથે 6 સોકેટ્સથી સજ્જ છે. ગોલ્ડમેડની આઇ-સ્ટ્રીપ 205101 LED સ્પાઇક ગાર્ડ તમારા લપેટોપ, સ્માર્ટફોન અને પાવર બેંકને એક વખતમાં ચાર્જ કરી શકે છે. રિટેલ સ્ટોર અને એમેઝોન પર પણ સસ્તા ભાવે ઉપલબ્ધ છે.
9. વિપ્રો એમરલ્ડ રિચાર્જેબલ ઇમર્જન્સી લાઇટ
જ્યારે તમે ઘરે કામ કરતા હો ત્યારે સારી લાઈટિંગ હોવી જરૂરી છે. પાવર બ્લેકઆઉટના કેસમાં, એક ઈમર્જન્સી લાઈટ કામ આવે છે. વિપ્રો એમરલ્ડ રિચાર્જેબલ ઈમર્જન્સી લાઈટ એક દમદાર 5વોટની LED રિચાર્જેબલ લિથિયમ બેટરીથી ચાલતી ઈમર્જન્સી લાઈટ છે. આ એક દમદાર 5 વોટની LED છે. જે સારી લાઈટ આપે છે. તમે તેને એમેઝોન પરથી ખરીદી શકો છો.
10. સિસ્કા- મચ્છરોથી છૂટકારો આપતો એક બલ્બ
વરસાદમાં મચ્છરો વધી જાય છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો સરળતાથી ફેલાય છે. સિસ્કા મોસ્ગાલર્ડ 2 ઈન 1 બલ્બ તમારા ઘરને મચ્છરથી મુક્ત રાખે છે. કિંમત-699 રૂપિયામાં રિટેલ શોપમાંથી ખરીદી શકો છો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2F4Uv18
No comments:
Post a Comment