Monday, 10 August 2020

એપ સ્ટોર પર ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ફેસબુક ગેમિંગ એપ્સને એપલ સ્પેસ નથી આપી રહી, કંપનીએ તેને ગાઈડલાઈન ફોલો ન કરવાનું કારણ ગણાવ્યું

તમે એક્ટ્રેસ વચ્ચે તો કોલ્ડ વોરની વાત સાંભળી હશે, પરંતુ હવે ટેક જાયન્ટ્સ પણ તેની હરોળમાં આવી ગયા છે. ટેક જાયન્ટ એપલે ગેમિંગ એપ્સને લઈ માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુક સાથે કોલ્ડ વોર શરૂ કર્યો છે. એપલે માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુકની ગેમિંગ એપ્સને સ્પેસ આપવા માટે ઘસીને ના પાડી છે. તેથી હવે માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુકની ગેમિંગ એપ્સનો ઉપયોગ iOS યુઝર્સ નહીં કરી શકે. માઈક્રોસોફ્ટની ગેમ પાસ, ગૂગલની સ્ટેડિયા અને ફેસબુકની ફેસબુક ગેમિંગ એપને કોઈને કોઈ અવરોધ સહન કરવા પડી રહ્યા છે.

તમામ કંપનીઓ ગાઈડલાઈન ફોલો નથી કરી રહી: એપલ

  • આ તમામ એપ્સને એપ સ્ટોર પર સ્પેસ ન આપવા માટે સ્પષ્ટતા કરતાં કંપનીએ કહ્યું છે કે, આ કંપનીઓ તેમની ગેમ્સ માટે એપલ રિવ્યૂ કરવા માગતી નથી અને તેઓ કંપનીના નિયમોનો ભંગ કરી રહ્યા છે.​​​​​​​
  • એપલના પ્રવક્તાએ જણાવ્યું કે, એપલ સ્ટોરને યુઝર્સ માટે સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. ગાઈડલાઈન પ્રમાણે એપ સ્ટોરની એપનો રિવ્યૂ થાય છે. તેથી યુઝર્સનો ડેટા સુરક્ષિત રહે. આ કંપનીઓએ રિવ્યૂ માટે તૈયાર નથી તેથી એપલે તેમની ગેમ્સને બ્લોક કરવાની ફરજ પડી છે.
  • એપલના જણાવ્યા પ્રમાણે, એપલ યુઝર્સ લાખો ડેવલપર્સની એપ અને ગેમ્સ ની મજા માણે છે. જોકે તેમણે એપલની ગાઈડલાઈન ફોલો કરવી આવશ્યક છે. તેના માટે રિવ્યૂ સબમિટ કરાવવો આવશ્યક છે.

માઈક્રોસોફ્ટ અને ફેસબુકે નારાજગી વ્યક્ત કરી

માઈક્રોસોફ્ટના પ્રવક્તાએ કહ્યું કે, એપલ સતત અમારી ગેમિંગ એપ્સ સાથે અલગ વ્યવહાર કરી રહી છે. નોન ગેમિંગ એપ માટે પણ કંપનીના લિબરલ રુલ્સ છે. કંપની હજુ પણ iOS યુઝર્સને ગમિંગનો લાભ મળી રહે તે માટે કામ કરી રહી છે. તો ફેસબુકે તેની સ્પેશિયલ ગેમિંગ એપને એપલના એપ સ્ટોર પર મિની ગેમ સેક્શનથી રિલીઝ કરી છે. આ મિની ગેમ સેક્શનને કારણે જ એપલે ઘણી વખત ગેમ્સને રિજેક્ટ કરી હતી.

ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેંડબર્ગ જણાવે છે કે, કંપનીએ એપલની સ્વીકૃતિ માટે ગેમપ્લેને દૂર કરવાની ફરજ પડી છે. iOS યુઝર્સને ગેમિંગનો ઓછો એક્સપિરિઅન્સ મળશે. કંપની 380 મિલિયનથી વધારે લોકો પર ફોકસ કરી રહી છે, જે દર મહિને ગેમિંગ એપ ઓપન કરે છે.

આર્કેડ સર્વિસને લીધે કંપની ગેમિંગ સ્પેસ નથી આપી રહી
એપલે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની વીડિયો ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ શરૂ કરી હતી. તે સબ્સ્ક્રિપ્શન બેઝ્ડ સર્વિસ છે, જે એપલના તમામ ડિવાઈસ પર સપોર્ટ કરે છે. કંપની દર મહિને એપલ આર્કેડ સર્વિસ માટે દર મહિને 5 ડોલર (આશરે 375 રૂપિયા) અને વાર્ષિક 50 ડોલર (આશરે 3775 રૂપિયા)નો ચાર્જ લે છે. એપલે વર્ષ 2020માં 1.2 કરોડ યુઝર્સ સુધી તેને પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુક ગેમિંગ સર્વિસથી એપલ આર્કેડને નુક્સાન થઈ શકે છે. બની શકે આ જ કારણે એપલે આ કંપનીઓને સ્પેસ આપી નથી.

એપલ સ્ટોર પર ગૂગલ, માઈક્રોસોફ્ટ, ફેસબુકની કઈ એપ્સ અવેલેબલ છે:

ગૂગલ એપ્સનું લિસ્ટ: એપલ સ્ટોર પર ગૂગલની એપ્સ આઈપેડ એન્ડ આઈફોન, આઈફોન, એપલ વોચ અને એપલ ટીવી એમ ચાર કેટેગરીમાં છે. તેમાં આઈપેડ એન્ડ આઈફોન કેટેગરીમાં 63 એપ્સ છે, જેમાં માત્ર એક MechaHamster ગેમિંગ એપ છે. આઈફોન કેટેગરીમાં 17 એપ્સ, એપલ વોચમાં 1 એપ અને એપલ ટીવીમાં 2 એપ્સ સામેલ છે. આમ ગૂગલની કુલ 83 એપ્સ એ સ્ટોર પર છે.

માઈક્રોસોફ્ટ એપ્સનું લિસ્ટ: એપલ સ્ટોર પર માઈક્રોસોફ્ટની એપ્સ આઈપેડ એન્ડ આઈફોન, આઈફોન, આઈપેડ, એપલ વોચ અને મેક એમ 5 કેટેગરી છે. આઈપેડ એન્ડ આઈફોનમાં માઈક્રોસોફ્ટની કુલ 65 એપ્સ છે, જેમાં 6 ગેમિંગ એપ્સ છે. આઈફોન કેટેગરીમાં 19 એપ્સ, આઈપેડ કેટેગરીમાં 5 એપ્સ, એપલ વોચ કેટેગરીમાં 6 એપ્સ અને મેક કેટેગરીમાં 9 એપ્સ સામેલ છે. આ પ્રકારે માઈક્રોસોફ્ટની કુલ 104 એપ્સ એપ સ્ટોર પર છે.

ફેસબુક એપ્સનું લિસ્ટ: એપલ સ્ટોર પર ફેસબુકની એપ્સ આઈપેડ એન્ડ આઈફોન, આઈફોન, એપલ વોચ, એપલ ટીવી અને મેક એમ 5 કેટેગરી છે. આઈપેડ એન્ડ આઈફોનમાં ફેસબુકની 12 એપ્સ, આઈફોન કેટેગરીમાં 2 એપ્સ, એપલ વોચ કેટેગરીમાં 1 એપ, એપલ ટીવી કેટેગરીમાં 1 એપ અને મેક કેટેગરીમાં 1 એપ સામેલ છે. આમ ફેસબુકની કુલ 17 એપ્સ એપ સ્ટોર પર
છે.

એપ સ્ટોરનો બિઝનેસ

ગત વર્ષે એપલ કંપનીએ એપ સ્ટોરથી ગ્લોબલી 519 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 39 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેમાં સૌથી વધારે મોબાઈલ કોમર્સ એપ્સ, ડિજિટલ
ગુડ્સ એન્ડ સર્વિસ એપ્સનો ફાળો રહ્યો. એપલનો આ ડિજિટલ બિઝનેસ દુનિયાના આશરે 157 દેશોમાં ફેલાયેલો છે.

મોબાઈલ ગેમિંગ એપ પર જાહેરાતની મદદથી 45 મિલિયન ડોલરનો બિઝનેસ થયો. તો બીજી તરફ રાઈટ હેન્ડલિંગ સોફ્ટવેર જેમ કે ફૂડ ડિલિવરી એપ્સથી લઈને રિટેલ શોપ્સની એપ્સથી 413 બિલિયન ડોલરનો બિઝનેસ થયો. કંપનીએ જણાવ્યું કે, કુલ બિઝનેસમાંથી 61 બિલિયન ડોલરમાં ડિજિટલ આઈટેમ્સનું પ્રોડક્શન થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માઈક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુકની ગેમિંગ સર્વિસથી એપલ આર્કેડને નુક્સાન થઈ શકે છે.


from Divya Bhaskar https://ift.tt/2DN5jjW

No comments:

Post a Comment