
એક્ટ્રેસ, સ્પોર્ટ્સમેન, પોલિટિશિયન કે પછી વેલનોન બિઝનેસમેન સહિતની હસ્તીઓની માહિતી મેળવવા અને તેમના સમાચારો પ્રાપ્ત કરવા માટે તમે અનેક વાર ગૂગલ પર તેમનું નામ સર્ચ કર્યું હશે. પણ શું તમે જાણો છો તમારા નામને પણ અન્ય લોકો સર્ચ કરી તમારા વિશે જાણી શકે છે. ગૂગલે તેના માટે એક નવું ફીચર ‘પીપલ કાર્ડ’ લોન્ચ કર્યું છે. તેની મદદથી તમે વર્ચ્યુઅલી વિઝિટંગ કાર્ડ બનાવી શકો છો.
આ ફીચરની મદદથી તમારા વિશે કોઈ પણ અન્ય યુઝર્સ ગૂગલ સર્ચ કરી માહિતી મેળવી શકે છે અને તમે પણ ગૂગલ પર નામ સર્ચ કરી અન્ય યુઝર્સની માહિતી મેળવી શકશો. જોકે તે ત્યારે જ પોસિબલ થશે જ્યારે તે નામની વ્યક્તિએ પીપલ કાર્ડ બનાવ્યું હશે. યુઝરે જે માહિતી અપલોડ કરી હશે તે જ માહિતી જોઈ શકાશે. યુઝર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટ, વેબસાઈટ અને પર્સનલ ડિટેઈલ પણ અપલોડ કરી શકે છે.
પીપલ કાર્ડ કોણ બનાવી શકશે?
જો તમારી પાસે ગૂગલ અકાઉન્ટ હશે તો જ તમે પીપલ કાર્ડ બનાવી શકશો. આ ફીચર ગૂગલ નોલેજ ગ્રાફનો ઉપયોગ કરી તેને ડિસ્પ્લે કરે છે. જોકે હાલ આ સર્વિસ મોબાઈલ યુઝર્સ માટે જ અવેલેબલ છે.
પીપલ કાર્ડ
- ગૂગલે ભારતની વસતી જોઈને આ ફીચર લોન્ચ કર્યું છે. તેથી કોઈ પણ વ્યક્તિ વિશે સરળતાથી માહિતી માત્ર 1 ગૂગલ સર્ચ કરીને મળી રહે. જોકે ગૂગલ દ્વારા વેરિફાય કર્યા બાદ જ તેને લોન્ચ કરવામાં આવશે. યુઝર આ કાર્ડમાં એડિટિંગ પણ કરી શકશે અને તેને કાયમી રીતે બંધ પણ શકે છે.
- આ કાર્ડ બનાવવા માટે તમારે ફોટો, બિઝનેસ, લોકેશન સહિતની માહિતી શેર કરવાની રહેશે. તેથી એક જ નામના કાર્ડ્સને અલગ કરી શકાય.
- યુઝર્સ તેના કાર્ડમાં એજ્યુકેશન, કોન્ટેક્ટ નંબર અને સોશિયલ મીડિયાની માહિતી શેર કરી શકે છે. યુઝર્સ ગમે ત્યારે તેમાં અપડેટ પણ કરી શકે છે.
પીપલ કાર્ડ બનાવવા માટેના સ્ટેપ્સ
- સૌ પ્રથમ તમારાં ગૂગલ અકાઉન્ટ પર લોગ-ઈન કરો.
- ત્યારબાદ તમારું નામ ગૂગલમાં સર્ચ કરો અથવા 'Add me to Search' ટાઈપ કરો.
- ત્યારબાદ ગેટ સ્ટાર્ટેડ ટેબ પર ક્લિક કરો.
- ત્યારબાદ ઓપન થતાં પેજમાં મોબાઈલ નંબર સબિમિટ કરો. OTP સબમિટ કરી પ્રોફાઈલ ક્રિએટ કરો.
- તેમા તમારું નામ, લોકેશન, એજ્યુકેશન, ફોટો સહિતની માહિતી સબમિટ કરો.
- તમે સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ, ઈમેઈલ સહિતની ડિટેઈલ્સ સબમિટ કરી સેવ કરશો એટલે તમારું પીપલ કાર્ડ જનરેટ થઈ જશે અને તમને લોકો સરળતાથી ગૂગલ સર્ચ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33MIcAR
No comments:
Post a Comment