Sunday, 2 August 2020

25 વર્ષ પહેલાં ભારતમાં મોબાઈલ કોલિંગની સુવિધા શરૂ થઈ હતી, તે સમયે ઈનકમિંગ કોલ માટે 8 રૂપિયા ચૂકવવા પડતા હતા

ભારતમાં મોબાઈલ ફોન 25 વર્ષનો થયો છે. 31 જુલાઈ 1995માં પ્રથમ વાર ભારતમાં મોબાઈલ સર્વિસ શરૂ થઈ હતી. વર્ષ 1995માં શરૂ થયેલી આ સર્વિસ આજે ભારતના કરોડો લોકો સુધી પહોંચી છે. તે સમયથી અત્યાર સુધી હવે મોબાઈલ ફોન જ બદલાઈ ગયો છે. તે સમયે તેનો ઉપયોગ માત્ર વાત કરવા માટે થતો હતો હવે તેનો ઉપયોગ અભ્યાસ, શોપિંગ, બેંકિંગ અને એડ્રેસ શોધવા સહિતની અસંખ્ય બાબતો માટે થાય છે. 25 વર્ષ પહેલાં ભારતમાં તેની જર્ની PCOથી લાંબી લાઈનથી હવે લોકોના ખિસ્સાં સુધી પહોંચી છે. આવો જાણીએ મોબાઈલ જર્નીના 25 વર્ષ....

મોદી ટેલ્સ્ટ્રાએ આ સર્વિસ શરૂ કરી
મોદી ટેલ્સ્ટ્રા કંપનીએ ભારતમાં મોબાઈલ સર્વિસની પ્રથમ શરૂઆત કરી હતી. તે સમયે કંપનીએ આ સર્વિસનું નામ મોબાઈલ નેટ રાખ્યું હતું. સર્વિસને લોકો સુધી પહોંચાડવા માટે નોકિયાના હેન્ડસેટની મદદ લેવામાં આવી હતી. મોદી ટેલ્સ્ટ્રા બાદ સ્પાઈલ ટેલિકોમ કંપનીએ પણ આ સર્વિસ શરૂ કરી હતી.

પ્રથમ કોલ કોલકાતાથી દિલ્હી કરવામાં આવ્યો હતો
31 જુલાઈ 1995એ દેશમાં પ્રથમ મોબાઈલ કોલ કરવામાં આવ્યો હતો. 25 વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુએ તે સમયે મોબાઈલ નેટ સર્વિસની શરૂઆત કરી હતી. તેમણે કોલકાતાથી પ્રથમ કોલ કેન્દ્રીય સંચાર મંત્રી સુખરામને દિલ્હી કર્યો હતો. આ કોલ કરવા માટે નોકિયા હેન્ડસેટ (2110)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈનકમિંગ કોલ માટે પણ પૈસા આપવા પડતા હતા
25 વર્ષ પહેલાં આઉટગોઈંગ સાથે ઈનકમિંગ કોલનો પણ ચાર્જ લેવામાં આવતો હતો. આઉટગોઈંગ કોલ માટે ગ્રાહકે પ્રતિ મિનિટ 16 રૂપિયા અને ઈનકમિંગ કોલ માટે પ્રતિ મિનિટ 8 રૂપિયા આપવા પડતા હતા. તે સમયે મોબાઈલ ખરીદવા માટે 4900 રૂપિયા ચૂકવવા પડતા હતા. સર્વિસ શરૂ થયા બાદ 5 વર્ષમાં માત્ર 10 લાખ જ ગ્રાહક બન્યા હતા.

વર્ષ 2003માં ઈનકમિંગ કોલ ફ્રી થઈ
વર્ષ 2003માં CPP (કોલિંગ પાર્ટી પેજ)નો સિદ્ધાંત લાગુ થયો હતો. અર્થાત મોબાઈલ ઈનકમિંગ કોલ ફ્રી કરવામાં આવ્યો હતો. સાથે જ લેન્ડલાઈન પર ઈનકમિંગ કોલનો ચાર્જ ઘટાડીને પ્રતિ મિનિટ 1.20 રૂપિયા કરવામાં આવ્યો હતો. તેને લીધે ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો.

વર્ષ 2008માં 3G અને 2012માં 4Gએ એન્ટ્રી કરી
વર્ષ 2009માં 3G ટેક્નોલોજીએ નેટવર્કની દુનિયામાં ધૂમ મચાવી હતી. આ ટેક્નોલોજીની ડેટા ટ્રાન્સફર સ્પીડ 21 mbps છે, જે 2Gની સરખામણીએ ઘણી વધારે છે. વર્ષ 2012માં 4Gની શરૂઆત થઈ હતી હવે ભારતમાં 5G ની તૈયારીઓ ચાલી રહી છે.

TRAIની સ્થાપના 1997માં થઈ
સરકાર દ્વારા ગ્રાહકોના હકની રક્ષા અને કંપનીઓમાં હેલ્ધી કોમ્પિટિશનની દેખરેખ કરવાના હેતુથી 1997માં TRAI(ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ની સ્થાપના કરવામાં આવી. આ ટેલિકોમ સેવામાં સુધારો અને મોબાઈલ નંબરની પોર્ટેબિલિટી સિવાય અન્ય વસ્તુઓને પણ કન્ટ્રોલ કરે છે.

ભારતમાં 50 કરોડથી વધારે સ્માર્ટફોન યુઝર
ભારતમાં હવે 50 કરોડથી પણ વધારે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ વર્ષે 2018ની સરખામણીમાં 15 ટકાનો વધારો થયો છે. માર્કેટ રિસર્ચ ફર્મ techARC પ્રમાણે, ડિસેમ્બર 2019 સુધી ભારતમાં સ્માર્ટફોન યુઝરની સંખ્યા 50.22 કરોડ થઇ ગઈ છે.

મોબાઈલની પહેલાં પેજર
31 જુલાઈ, 1995માં ટેલિકોમની શરૂઆત થઇ હતી, પણ તેના બે મહિના પહેલાં એટલે કે 16 માર્ચે પેજર સેવા પણ શરૂ થઇ હતી. આ નાનકડાં ડિવાઈસમાં એકતરફી વાતચીત થતી હતી. મોકલનારાનો સંદેશ સામેની વ્યક્તિને લેખિત સ્વરૂપે મળતો હતો. ટેલિગ્રામ સાથે તેની સરખામણી કરી શકીએ છીએ. મોબાઈલ કમ્યુનિકેશનમાં અવાજથી બેતરફી વાતચીત થતી હતી. મોબાઈલને લીધે પેજરનું અસ્તિત્વ અમુક વર્ષો સુધી જ રહ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mobile Phone ; Mobile ; Mobile Phone Journey ; Smart Phone ; 2G ;3G ; 4G ; Mobile Calling Facility Started In India 25 Years Ago, At That Time It Used To Make Or Pick Up Calls At 17 Rupees Per Minute


from Divya Bhaskar https://ift.tt/39Q6MCc

No comments:

Post a Comment