Wednesday, 12 August 2020

ફ્લેક્સિબલ લેપટોપની શોધમાં છો? 360 ડિગ્રી ફોલ્ડ થતાં આ 7 લેપટોપનું લિસ્ટ જાણો, જરૂર પડે તો ટચસ્ક્રીન ટેબ્લેટ પણ બની જશે

હાલ કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમમાં લેપટોપ સારો ઓપ્શન છે. કારણ કે ડેસ્કટોપ કરતાં લેપટોપ ઘણી ફ્લેક્સિબિટી આપે છે તેથી વર્ક ફ્રોમ હોમ માટે તેનો ઉપયોગ સરળ બને છે. જો તમે એવા લેપટોપની શોધમાં હોય જે સુપર ફ્લેક્સિબલ હોય અને તમે તેને ટેબ્લેટમાં પણ પરિવર્તિત કરી શકો તો ભારતીય માર્કેટમાં તેના અનેક ઓપ્શન અવેલેબલ છે. તો આવો આવા 2 ઈન 1 લેપટોપનાં લિસ્ટ પર એક નજર કરીએ.

1. acer એક્સપાયર સ્વિચ 12: કિંમત ₹ 26,990
આ 2 ઈન 1 લેપટોપની કિંમત 26,990 રૂપિયા છે. તેમાં 12.5 ઈંચની ફુલ HD ટચસ્ક્રીન મળે છે. આ લેપટોપને કી-બોર્ડથી અલગ પણ કરી શકાય છે.

ડિસ્પ્લે 12.5-ઈંચ ફુલ HD ડિટેબલ ટચ સ્ક્રીન
પ્રોસેસર ઈન્ટેલ કોર M-5Y51
રેમ અને સ્ટોરેજ 4GB DDR3 રેમ, 4GB SSD
OS વિન્ડોઝ 8.1

2. લેનોવો આઈડિયાપેડ C340: કિંમત ₹ 44,990
આ લેપટોપમાં 14 ઈંચની ફુલ HD ડિસ્પ્લે મળે છે, જે ગ્લોસી ટચ સાથે આવે છે. લેપટોપની સ્ક્રીન ડિજિટલ પેન સપોર્ટ પણ કરે છે. તેની કિંમત 44,990 રૂપિયા છે.

ડિસ્પ્લે 14-ઈંચ FHD IPS ગ્લોસી ટચ
પ્રોસેસર ઈન્ટેલ કોર i3-10110U પ્રોસેસર
રેમ અને સ્ટોરેજ 4GB DDR4 રેમ, 256GB SSD
OS વિન્ડોઝ 10 હોમ સિંગલ

3. લેનોવો આઈડિયાપેડ ફ્લેક્સ 5i: કિંમત ₹ 47,990
આ લેપટોપની સ્ક્રીનને 360 ડિગ્રી ફેરવી શકાય છે. તેમાં 14 ઈંચની ફુલ HD WVA ડિસ્પ્લે મળે છે. તે ગ્લોસી ટચ સાથે આવે છે. તેની કિંમત 47,990 રૂપિયા છે.

ડિસ્પ્લે 14-ઈંચ FHD IPS ગ્લોસી ટચ
પ્રોસેસર ઈન્ટેલ કોર i3-1005G1
રેમ અને સ્ટોરેજ 8GB DDR4 રેમ, 512GB SSD
OS વિન્ડોઝ 10 હોમ સિંગલ

4. માઈક્રોસોફ્ટ સરફેસ ગો: કિંમત ₹ 49,990
આ લેપટોપ 2 ઈન 1 છે. તે લેપટોપ અને ટેબ્લેટ બંનેનું કામ કરે છે. તેમાં 10 ઈંચની સ્ક્રીન મળે છે.

ડિસ્પ્લે 10-ઈંચ HD LED બેકલિટ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
પ્રોસેસર ઈન્ટેલ પેન્ટિયમ ગોલ્ડ
રેમ અને સ્ટોરેજ 8GB રેમ, 128GB સ્ટોરેજ
OS વિન્ડોઝ 10 હોમ સિંગલ

5. hp પવેલિયન x360: કિંમત ₹ 69,600
hpના આ લેપટોપની કિંમત 69,600 રૂપિયા છે. કન્વર્ટેબલ સ્ક્રીન સાથે તેમાં ફિંગર પ્રિન્ટ રીડર પણ મળે છે. તેમાં ગેમિંગ માટે એનવીડિયા Gફોર્સ ગ્રાફિક્સ કાર્ડ મળે છે.

ડિસ્પ્લે 14-ઈંચ ડાયનોગલ FHD IPS WLED ટચસ્ક્રીન
પ્રોસેસર 8th જનરેનશન ઈન્ટેલ કોર i3-8130U
રેમ અને સ્ટોરેજ 4GB DDR4 રેમ, 1TB SSD
OS વિન્ડોઝ 10 હોમ સિંગલ

6. ડેલ XPS12 XPSU12: કિંમત ₹ 75,700
ડેલના આ લેપટોપની કિંમત 75,700 રૂપિયા છે. આ લેપટોપની સ્ક્રીનને 1 ફ્રેમમાં ફિટ કરી શકાય છે. તેનો ઉપયોગ ટેબ્લેટ તરીકે પણ કરી શકાય છે.

ડિસ્પ્લે 12.5-ઈંચ કન્વર્ટેબલ સ્ક્રીન
પ્રોસેસર 4th જનરેશન ઈન્ટેલ કોર i7
રેમ અને સ્ટોરેજ 8GB રેમ, 256GB
OS વિન્ડોઝ 8.1

7. લેનોવો ક્રોમબુક C330: કિંમત ₹ 82,445
આ લેપટોપમાં 11.6 ઈંચની ટચસ્ક્રીન મળે છે. તેની સ્ક્રીનને 360 ડિગ્રી ફેરવી શકાય છે. આ લેપટોપ ગૂગલ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેથી યુઝરને ટેબ્લેટનો સારો એક્સપિરિઅન્સ મળી રહેશે.

ડિસ્પ્લે 11.6-ઈંચ HD ટચસ્ક્રીન
પ્રોસેસર મીડિયાટેક MT8173C પ્રોસેસર
રેમ અને સ્ટોરેજ 4GB રેમ, 64GB સ્ટોરેજ
OS ગૂગલ ક્રોમ OS


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Looking for a flexible laptop? Find out the list of these 7 laptops folding 360 degrees, will also become a touchscreen tablet if needed


from Divya Bhaskar https://ift.tt/3ag3Bnv

No comments:

Post a Comment