
સ્વદેશી ટેક કંપની લાવાએ એન્ટિ ચાઈનીઝ સેન્ટિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને ભારતમાં 2 ફીચર ફોન્ચ લોન્ચ કર્યાં છે. કંપનીએ ‘લાવા A5’ અને ‘લાવા A9’ પ્રાઉડલી ઈન્ડિયન સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. બંને ફોન ટ્રાઈ કલરમાં અવેલેબલ છે. ‘લાવા A5’ની કિંમત 1,333 રૂપિયા અને ‘લાવા A9’ની કિંમત 1,574 રૂપિયા છે. બંને ફોન ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
‘લાવા A5’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ફીચર ફોનમાં 2.4 ઈંચની QVGA ડિસ્પ્લે મળે છે. તે ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તેમાં ઈન્ટર્નલ 32GBનું સ્ટોરેજ મળે છે.
- ફોન 22 ભાષાઓની ઈનકમિંગ ટેક્સ્ટ સપોર્ટ કરે છે. જ્યારે યુઝર ફોનમાં અંગ્રેજી, હિન્દી, તમિળ, ગુજરાતી અને પંજાબી સહિત 7 ભાષાનો ઉપયોગ કરી શકશે.
- ફોનમાં 0.3MPનો પ્રાઈમરી કેમેરા મળે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં વાયરલેસ FM, USB પોર્ટ અને બ્લુટૂથ આપવામાં આવ્યું છે.
- ફોનમાં 1000mAhની લિથિયમ આયન બેટરી મળે છે, જે સુપર બેટરી મોડ સપોર્ટ સાથે આવે છે. આ મોડમાં 1 વાર બેટરી ચાર્જ કરવા પર તે 3 દિવસનું પાવર બેકઅપ આપે છે.
‘લાવા A9’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ફોનમાં 2.8 ઈંચની QVGA 240×320 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પલે મળે છે.
- તેમાં 1.3MPનો રિઅર કેમેરા પણ મળે છે.
- આ ફીચર ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.
- કનેક્ટિવિટી માટે FM, બ્લુટૂથ અને 3.5mmનો ઓડિયોજેક મળે છે.
- ફોનમાં 4GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
- ફોન 1700mAhની બેટરી સાથે આવે છે, જે 6 દિવસનું પાવર બેકઅપ આપે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31IivPs
No comments:
Post a Comment