Sunday, 16 August 2020

ફેસબુક તેની એપ્સ મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ મર્જ કરવાની તૈયારીમાં, ટૂંક સમયમાં ફેસબુકની તમામ એપ્સ મર્જ થઈ શકે છે

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક તેની સર્વિસને મર્જ કરવાની તૈયારી કરી રહી છે. ફેસબુક, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ આ તમામ એપ્સનું મર્જર થશે. સૌ પ્રથમ કંપની ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર એપને મર્જ કરશે. અમેરિકન ટેક વેબસાઈટ ધ વર્જના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર કંપનીએ એપ્સમાં તેની હિન્ટ આપવાની શરૂઆત કરી છે.

વર્જના રિપોર્ટ અનુસાર, ફેસબુકે ઈન્સ્ટાગ્રામ એપમાં મેસેન્જરમાં ફોટો શેરિંગ ઓપ્શન દર્શાવવાનું શરૂ કર્યું છે. કેટલાક iOS અને એન્ડ્રોઈડ યુઝર્સને તેનો લાભ પણ મળવા લાગ્યો છે. ઈન્સ્ટાગ્રામના લેટેસ્ટ વર્ઝનમાં મેસેન્જરની કેટલીક ફંક્શનાલિટી જોવા મળે છે.

ઈન્સ્ટામાં ‘સ્વાઈપ ટુ રિપ્લાય’ અને ‘એબિલિટી ટુ ચેટ વિથ ફ્રેન્ડ્સ હુ યુઝ ફેસબકુ’ જેવાં ફીચરનો પણ ઉમેરો થયો છે. કંપનીએ રિએક્​​​​​​​ટ વિથ ઈમોજીસ અને ચેટ કલરમાં પણ ફેરફાર કર્યો છે. જોકે નવી અપડેટ અને વર્ઝનનો લાભ કેટલાક જ યુઝર્સ કરી શકે છે. તેને ઓફિશિયલી ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

ફેસબુકે વર્ષ 2012માં 750 મિલિયન ડોલરમાં ઈન્સ્ટાગ્રામ એપ ખરીદી હતી. હાલ ઈન્સ્ટાગ્રામને પ્લે સ્ટોર પર 100 કરોડથી પણ વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. એપને 4.5 સ્ટાર રેટિંગ પણ મળ્યું છે. સોશિયલ કેટેગરીમાં એપ પાંચમાં સ્થાને છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
As Facebook prepares to merge its apps Messenger and Instagram, all of Facebook's apps may soon be merged.


from Divya Bhaskar https://ift.tt/3fZpDvJ

No comments:

Post a Comment