
સ્માર્ટફોનમાં ગેમિંગ વગર તેની મજા અધૂરી હોય છે. આમ તો સામાન્ય સ્માર્ટફોનમાં પણ ગેમ રમી શકાય છે, પરંતુ જો તમે ગેમિંગના રસિયા હો તો તમારે ગેમિંગ સ્માર્ટફોનની પસંદગી કરવી પડે છે. કારણ કે સામાન્ય સ્માર્ટફોનમાં હેવી ગ્રાફિક્સ સપોર્ટ કરતાં નથી અને તે જલ્દી ગરમ પણ થઈ જાય છે. જો તમે ગેમિંગ સ્માર્ટફોનની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે લિસ્ટ તૈયાર કર્યું છે...
1. આસુસ રોગ ફોન 3: પ્રારંભિક કિંમત ₹ 49,999*

આ ફોન તાજેતરમાં જ લોન્ચ થયો છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનો પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે જે ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર પર રન કરે છે. આ ફોનમાં 5G કનેક્ટિવિટી મળે છે.
ફોનમાં રીડિઝાઈન કોપર 3D વેપર ચેમ્બર સાથે ગેમકૂલ હિટ ડિસિપેટિંગ સિસ્ટમ મળે છે, જે ફોનને ગેમિંગ દરમિયાન ગરમ થતાં અટકાવે છે. ગેમિંગ ફોનમાં એરટ્રિગર 3 અલ્ટ્રાસોનિક બટન પણ મળે છે. તેમાં ડ્યુઅલ ફ્રન્ટ ફાયરિંગ સ્પીકર પણ મળે છે. ફોન એક ફ્લિપ ઓન એરોએક્ટિવ કૂલર 3 એસેસરીઝ સાથે આવે છે, જે ફોનનાં તાપમાનને 4 ડિગ્રી સુધી ઓછું કરે છે.
2. આસુસ રોગ ફોન 2: પ્રાંરભિક કિંમત ₹ 39,999*

ગત વર્ષે કંપનીએ આ ફોન લોન્ચ કર્યો છે. ફોનનાં 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા છે. ફોન સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર પર રન કરે છે. ગેમિંગ સમયે ફોનને ગરમ થતાં અટકાવવા માટે તેમાં 3D વેપર ચેમ્બર, કોપર હિટ સિંક અને કૂલિંગ વેન્ટ્સ આપવામાં આવે છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 6 પ્રોટેક્શન મળે છે. કંપનીનો દાવો છે કે આ 6000mAhની બેટરીથી સજ્જ દુનિયાનો પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે, જે રોગ હાઈપર ચાર્જ અને ડ્યુઅલ ટાઈપ-સી પોર્ટથી સજ્જ છે.
3. બ્લેક શાર્ક 2: પ્રાંરભિક કિંમત ₹ 31,999*

શાઓમી કંપનીના આ ફોનનાં 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને બ્લેક શાર્ક ગેમિંગ AI મળે છે. કંપનીનો દાવો છે કે ગેમિંગ દરમિયાન વધી જતાં તાપમાનને ઘટાડવા તેમાં રહેલી ડાયરેક્ટ મલ્ટિલેયર લિક્વિડ કૂલિંગ 3 ટેક્નોલોજી ફોનના તાપમાનને 14 ડિગ્રી ઓછું કરે છે. તેમાં HDR સપોર્ટ કરતી 6.30 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોનમાં 27 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4000mAhની બેટરી મળે છે. ફોનમાં 48MPનો ડ્યુઅલ લેન્સ પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે.
4. નુબિયા રેડ મેજિક 3S: પ્રાંરભિક કિંમત ₹35,999*

આ ફોન કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. ફોનનાં 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 35,999 રૂપિયા અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 47,999 રૂપિયા છે. ફોનમાં 6.65 ઈંચની 90Hz ડિસ્પ્લે મળે છે. ફોનમાં 24 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAhની બેટરી મળે છે. ફોનમાં UFS 3.0 સપોર્ટ, રેડ મેજિક OS 2.1, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર, એડ્રિનો 640 GPU અને ટર્બો ફેન એક્ટિવ લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી મળે છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનો એક માત્ર સ્માર્ટફોન છે, જે ડ્યુઅલ કૂલિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. ફુલ ચાર્જમાં ફોનમાં સતત 6 કલાક PUBG ગેમ રમી શકાય છે. ફોનમાં ફ્રન્ટ ફેસિંગ ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ મળે છે. ફોનની બોડી પર જ ગેમિંગ માટે ઘણા બધાં ટ્રિગર બટન મળે છે.
5. નુબિયા રેડ મેજિક 3: પ્રાંરભિક કિંમત ₹38,999*

કંપનીએ પોતાના ડેડિકેટેડ ગેમિંગ ફોન તરીકે આ ફોન લોન્ચ કર્યો હતો. ફોનનાં 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 38,999 રૂપિયા છે. ફોનમાં ટબ્રો ફેન વિથ એક્ટિવ લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી મળે છે. ફોનમાં 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળે છે. ફોનમાં 6.65 ઈંચની 90Hz AMOLED ડિસ્પ્લે મળે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 48MPનું સોની IMX586 સેન્સર મળે છે. ફોન 8K વીડિયો રેકોર્ડિંગ પણ સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ec0cK8
No comments:
Post a Comment