
વિવોની સબબ્રાન્ડ iQoo તેના લેટેસ્ટ ફોનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. કંપની એ નવા ફોનનું ટીઝર પણ રિલીઝ કર્યુ છે. ટીઝરની હિન્ટ અને કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની ‘iQoo 5’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી શકે છે.
We're joining forces and approaching break-neck speeds. Its unlike anything you’ve ever seen before. Stay tuned to know more.#DrivePerformance coming soon pic.twitter.com/bG1HdMBerl
— iQOO India (@IqooInd) August 14, 2020
કંપનીએ અગાઉ 120 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરવાની વાત જણાવી છે. ‘iQoo 5’ સ્માર્ટફોન આ ટેક્નોલોજીથી સજ્જ હોઈ શકે છે. આ ટેક્નોલોજી 4000mAhની બેટરીને 15 મિનિટમાં 50% ચાર્જ કરી શકે છે. ચીનમાં આ ફોન 17 ઓગસ્ટે લોન્ચ થવાનો છે. જોકે ભારતમાં તેની લોન્ચિંગ ડેટ કન્ફર્મ થઈ નથી. કંપની આ મહિનામાં જ ફોન લોન્ચ કરી શકે છે.
iQoo 5નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- લીક્સ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફોનમાં 6.44 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
- ફોન એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરથી સજ્જ હશે.
- ફોનમાં 64MPનું AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
- સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
- ફોનમાં 120 વૉટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4000mAhની બેટરી મળી શકે છે.
- ફોનની કિંમત 52,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PVa7q6
No comments:
Post a Comment