Sunday, 16 August 2020

લોન્ચિંગ પહેલાં જ ‘નોકિયા 5.3’ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ પર લિસ્ટ થયો, જાણો ફોનનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

નોકિયા કંપની ભારતમાં તેના અપકમિંગ સ્માર્ટફોન ‘નોકિયા 5.3’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં ફોન કંપનીની વેબસાઈટ પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગમાં ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યાં છે.

ફોનની કિંમત અને લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, ફોનની કિંમત 189 યુરો (આશરે 16,750 રૂપિયા) હોઈ શકે છે. ફોનનાં સ્યાન, સેન્ડ અને ચારકોલ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

‘નોકિયા 5.3’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • કંપનીનાં લિસ્ટિંગ અનુસાર, ફોનમાં 6.55 ઈંચની HD+ ટિયરડ્રોપ નૉચ ડિસ્પ્લે મળશે.
  • નોકિયાના આ અપકમિંગ ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળી શકે છે.
  • ફોનમાં સર્ક્યલર રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 13MP +5MP + 2MP + 2MPના કેમેરા લેન્સ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • ફોનમાં 4000mAhની બેટરી મળે છે, જે 2 દિવસનું બેકઅપ આપશે.
  • ફોનની કિંમત 12,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
  • ફોનનું 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.
  • સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસઅનલોક ફીચર મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Just before the launch, the 'Nokia 5.3' smartphone was listed on the company's website, find out the features and specifications of the phone


from Divya Bhaskar https://ift.tt/2Y98biy

No comments:

Post a Comment