Tuesday, 10 December 2019

56% ભારતીયો ઓનલાઇન હોલિડે સ્કેમનો શિકાર બને છે: McAfee સર્વે

ગેજેટ ડેસ્કઃ ઓનલાઇન શોપિંગ પસંદ કરતા લોકોને ચેતવણી આપતો એક સર્વે સાયબર સિક્યોરિટી ફર્મ McAfee કર્યો છે. McAfeeના સર્વે મુજબ હોલિડે સીઝનમાં 56% ભારતીયો ઓનલાઇન શોપિંગ દરમિયાન છેતરપિંડીનો શિકાર બને છે

McAfee કંપનીએ 'ક્રિસમસ સ્કેમ્સ સર્વે' નામથી એક સર્વે કર્યો છે. આ સર્વે મુજબ ફેક ઓનલાઇન સાઈટને લીધે 28.6% લોકોને 15થી 20 હજાર રૂપિયા ગુમાવવા પડે છે. ગેરકાયદેસર લિંક્સને લીધે 78.6% લોકો સાથે ટ્રાવેલ સ્કેમનો શિકાર બને છે.

ફેસ્ટિવલ સીઝન દરમિયાન 60.2% ભારતીયો રોબોકોલિંગ અને સિમ-જેકિંગનો ભોગ બનતા હોય છે.કમ્પ્યૂટરાઈઝ ઓટોડાયલરથી પ્રિ-રેકોર્ડેડ મેસેજ યુઝર સુધી પહોંચાડીને રોબોટે દ્વારા કોલ કર્યો હોય તેવું પ્રતિત કરતા કોલને રોબોકોલ કહેવાય છે.

આ સર્વે મુજબ 39.3% ભારતીયો નામ, ટેલિફોન નંબર, ક્રેડિટ કાર્ડ સહિતની વિગત માગતી વેબસાઈટ પર લોગ-ઈન કરે છે. લોકોએ ભવનાત્મક બનીને પણ પોતાન પૈસા ગુમાવવા પડે છે. સર્વે મુજબ 60.7% લોકો ફેક ચેરિટી અને ડોનેશનનો શિકાર બને છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
56% of Indians fall prey to online holiday scams: McAfee Survey


from Divya Bhaskar https://ift.tt/2LCQtxl

No comments:

Post a Comment