ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ તેનો 'K' સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'રેડમી K30' ચીનમાં લોન્ચ કર્યો છે. ફોનનાં 4G અને 5G વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યા છે. ફોનનાં 4G કનેક્ટિવિટીવાળા વેરિઅન્ટમાં ચાર રિઅર કેમરા અને અને 5G કનેક્ટિવિટીવાળા વેરિઅન્ટમાં 2 રિઅર કેમેરાનું સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનનાં ગ્રેડિઅન્ટ વ્હાઇટ,રેડ, બ્લૂ અને પર્પલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
વેરિઅન્ટ અને કિંમત
ફોનનાં 4G મોડેલનાં 6GB+64GB વેરિઅન્ટની કિંમત 1,599 ચીની યુઆન (આશરે 16,000 રૂપિયા), 6GB+64GB વેરિઅન્ટની કિંમત 1,699 ચીની યુઆન (આશરે 17,00 રૂપિયા), 8GB+64GB વેરિઅન્ટની કિંમત 1,899 ચીની યુઆન (આશરે 19,000 રૂપિયા) અને 8GB+ 256GB વેરિઅન્ટની કિંમત 2,199 ચીની યુઆન (આશરે 22,00 રૂપિયા) છે.
રેડમી K30નાં બેઝિક સ્પેસિફિકેશન
- શાઓમી રેડમી K30માં ડ્યુઅલ પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 6.67 ઇંચની ફુલ HD+ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- ફોનનાં 5G વેરિઅન્ટમાં 64MP પ્રાઈમરી કેમેરા સોની IMX686 સેન્સર, 8MPનો 120 ડિગ્રી વ્યૂ લેન્સ, 5MPનો મેક્રો લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 2 ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યાં છે. તેમાં 20MPનો પ્રાઈમરી લેન્સ 2MPનું ડેપ્થ સેન્સર સામેલ છે.
- ફોનનાં 4G વેરિઅન્ટમાં 64MP+8MPનું રિઅર કેમેરા સેટઅપ છે જ્યારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 20MPનો પ્રાઈમરી લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે.
- ફોનનાં 4G અને 5G બંને વેરિઅન્ટમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. 4G વેરિઅન્ટમાં 27 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ અને 5G વેરિઅન્ટમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2rvuX6U
No comments:
Post a Comment