ગેજેટ ડેસ્કઃ રિઅલમી કંપની 'X2 સ્ટાર વોર એડિશન' સ્માર્ટફોનને જલ્દી ભારતમાં લોન્ચ કરશે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર પેજ મુજબ ફોનને 17 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. 17 ડિસેમ્બરે જ કંપની રિઅલમી બડ્સ એર અને રિઅલમી XT 730G સમાર્ટફોન લોન્ચ કરશે.
ફ્લિપકાર્ટ પર રિલીઝ કરવામાં આવેલાં ટીઝર પેકેજ મુજબ ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવશે. ટીઝર પેજમાં માત્ર લોન્ચિંગ ડેટ અને પ્રોસેસરની જ માહિતી આપવામાં આવી છે. કંપનીએ ફોનની કિંમત સહિતનાં અન્ય કોઈ પણ સ્પેસિફિકેશન વિશે માહિતી આપી નથી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે. ફોનમાં 6.4ઇંચની HD+ સુપર AMOLED ડિપ્સલે મળી શકે છે.
ફોનનાં ક્વૉડ રિઅર સેટઅપમાં 64MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે. ફોનનાં 64GB અને 128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનમાં 4000mAhની બેટરી પણ આપવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qHtA4Q
No comments:
Post a Comment