Wednesday, 12 February 2020

ઇનબેસ કંપનીની ‘અર્બન ફિટ’ અને ‘અર્બન બીપ’ સ્માર્ટવોચ લોન્ચ થઇ, પ્રારંભિક કિંમત ₹ 3,999

ગેજેટ ડેસ્કઃ ભારતીય ટેક કંપની ઇનબેસે ‘અર્બન ફિટ’ અને ‘અર્બન બીપ’ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. ‘અર્બન ફિટ’ સ્માર્ટવોચની કિંમત 4,999 રૂપિયા અને ‘અર્બન બીપ’ સ્માર્ટવોચની કિંમત 3,999 રૂપિયા છે. બંને સ્માર્ટવોચને હેલ્થ એક્ટિવિટી ટ્રેકિંગ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. gourban.in વેબસાઈટ પરથી સ્માર્ટવોચની ખરીદી કરી શકાશે. સ્માર્ટવોચનાં મિડનાઇટ બ્લેક, સેલ્સમેન પિન્ક, પર્લ વ્હાઇટ અને સ્પેસ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

બંને સ્માર્ટવોચ ફુલ ચાર્જમાં 90 મિનિટનો સમય લગાડે છે. ફુલ ચાર્જ પછી તે 7 દિવસનું બેકઅપ આપે છે. બંને સ્માર્ટવોચ એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસને સપોર્ટ કરે છે. બંને સ્માર્ટવોચ બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન લેવલ, કેલરી બર્ન, સ્લીપ મોનિટરિંગ સહિતની અનેક હેલ્થ એક્ટિવિટીની જાણકારી આપે છે. બંને સ્માર્ટવોચ વોટરપ્રૂફ અને શૉક રઝિસ્ટન્ટ છે.

અર્બન ફિટ સ્માર્ટવોચનાં બેઝિક ફીચર્સ અને અપેસિફિકેશન

  • ફુલ ટચ કર્વ્ડ 1.3 ઇંચ સ્ક્રીન
  • કોલ મેસેજ નોટિફિકેશન સપોર્ટ
  • સાઈકલિંગ, સ્વીમિંગ સહિતનાં 8 સપોર્ટ મોડ
  • મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ
  • કેમેરા અને મ્યૂઝિક કન્ટ્રોલ
  • બિલ્ટ ઈન અલાર્મ અને સ્ટોપ વોચ
  • ડિટેચેબલ સિલિકોન સ્ટ્રિપ

અર્બન બીપ સ્માર્ટવોચનાં બેઝિક ફીચર્સ અને અપેસિફિકેશન

  • સાઈકલિંગ, સ્વીમિંગ સહિતનાં 8 સપોર્ટ મોડ
  • GPS કનેક્ટિવિટી
  • મેગ્નેટિક ચાર્જિંગ મેથડ
  • કેમેરા અને મ્યૂઝિક કન્ટ્રોલ
  • બિલ્ટ ઈન અલાર્મ અને સ્ટોપ વોચ
  • ડિટેચેબલ સિલિકોન સ્ટ્રિપ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Inbase Company's 'Urban Fit' and 'Urban Beep' smartwatch launched, starting price ₹ 3,999


from Divya Bhaskar https://ift.tt/2ORnCqZ

No comments:

Post a Comment