Tuesday, 21 April 2020

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટર પર CovidIndiaSeva અકાઉન્ટ શરૂ કર્યું, યુઝર્સના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ મળશે

કોરોનાવાઈરસની સાચી માહિતી મળી રહે અને લોકોને સાવચેત કરાય તે માટે કેન્દ્ર સરકારે ફરી એક વાર ટેક્નોલોજીનો સહારો લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટર પર CovidIndiaSeva અકાઉન્ટ શરૂ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટ્વીટ કરીને તેની માહિતી આપી છે.

ટ્વિટર સાથે મળી સરકારી વર્ષ 2016માં આ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. હવે તેને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તેનું હેન્ડલિંગ કરવામાં આવી રહ્યું છે.

અકાઉન્ટ ટેગિંગ સાથે કરાયેલાં પ્રશ્નોનો ત્વરિત જવાબ આપવામાં આવશે

આ અકાઉન્ટ પર યુઝર્સને કોરોનાવાઈરસને લીધે સરકાર દ્વારી ઊભી કરાયેલી સુવિધાઓની માહિતી મળશે. અકાઉન્ટ ટેગિંગ સાથે કરાયેલાં પ્રશ્નોનો ત્વરિત જવાબ આપવામાં આવશે. તેના માટે એક ટીમ કાર્યરત છે. યુઝર્સના પ્રશ્નોને જે તે સરાકારી ખાતા અથવા અથોરિટીને સોંપવામાં આવશે. અને યુઝરની સમસ્યાનું નિરાકરણ આવશે તેનું પણ ટ્વીટ કરી જાણકારી આપવામાં આવશે.

ટ્વીટ કરી કોરોનાવાઈરસ સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેની માહિતી આપવામાં આવશે

મંગળવારે સાંજ સુધીમાં આ અકાઉન્ટને 1665 યુઝર્સ ફોલો કરી ચૂક્યા છે. અકાઉન્ટ પર સમયાંતરે ગ્રાફિક્સ શેર કરીને કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય અને કોરોનાવાઈરસથી બચવા કેવી સાવચેતી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Union Health Ministry launches CovidIndiaSeva account on Twitter, users will get quick fix of questions regarding coronavirus


from Divya Bhaskar https://ift.tt/34TzL5j

No comments:

Post a Comment