Friday, 14 February 2020

સેમસંગ કંપનીએ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરતી પાવરબેંક અને 45 વૉટનું ચાર્જર રજૂ કર્યું

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગે તેની અપકમિંગ 2 પ્રોડક્ટ્સ પાવરબેંક અને ચાર્જર રજૂ કરી છે. 10,000mAhની ક્ષમતા ધરાવતી પાવરબેંક અને 45 વૉટનાં ચાર્જરની માહિતી કંપનીના ઓફિશિયલ સ્ટોર પેજ પર આપવામાં આવી છે. જોકે તેનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.

પાવરબેંક
કંપનીએ પાવરબેંકનાં 2 વેરિઅન્ટ રજૂ કર્યાં છે. બંનેની ક્ષમતા 10,000mAh છે. તેમાંથી એક વાયરલેસ ટેક્નોલોજી સપોર્ટ કરે છે.બંને વેરિઅન્ટમાં ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. તેમાં 25 વૉટ વાયરલેસ પોર્ટેબલ બેટરીની સુવિધા મળે છે. તેની કિંમત $79 (આશરે 5600 રૂપિયા) છે. પાવરબેંકમાં ઓવરવોલ્ટેજ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. યુઝર પાવરબેંક અને મોબાઈલ ફોનને એકસાથે ચાર્જ કરી શકે છે. તેમાં પાવર ડિલિવરી અને ક્વિક ચાર્જ ફીચર આપવામાં આવ્યાં છે.

ચાર્જર
કંપનીએ 45વૉટનું ચાર્જર પણ રજૂ કર્યું છે. સેમસંગનાં ‘ગેલેક્સી નોટ 10+’ ‘ગેલેક્સી S20 અલ્ટ્રા’માં જ 45વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ચાર્જરમાં 2 ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યાં છે. આ ચાર્જર કારનાં 12વોલ્ટના સોકેટ સાથે કનેક્ટ થઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Samsung company introduced a wireless charging power bank and a 45 watt charger


from Divya Bhaskar https://ift.tt/2Squrlp

No comments:

Post a Comment