ગેજેટ ડેસ્ક: ફેસબુક કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) શેરિલ સેન્ડબર્ગે તેમની સગાઈની જાહેરાત કરી છે. 50 વર્ષીય શેરિલ સેન્ડબર્ગે 46 વર્ષીય ટોમ બર્નથલ સાથે સગાઈ કરી છે. શેરિલ સેન્ડબર્ગે સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરી લખ્યું કે, ‘એન્ગેજ્ડ. ટોમ બર્નથલ તમે મારાં સર્વસ્વ છો. હું તમને આનાથી વધુ પ્રેમ કરી શકું એમ નથી.’ આ પોસ્ટ પર ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે કમેન્ટ પણ કરી હતી.
ટોમ બર્નથલ લોસ એન્જલ્સ બેઝ્ડ ગ્લોબલ માર્કેટિંગ રિસર્ચ અને સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ એજન્સી કેલટન ગ્લોબલના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. આ પહેલાં તેઓ ક્લિંટન વ્હાઇટ હાઉસ અને NBC ન્યૂઝમાં કામ કરી ચૂક્યા છે. તેમને બેસ્ટ ટેલિવિઝન પ્રોડ્યૂસરનો એમી અવોર્ડ પણ મળ્યો છે. ટોમ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ના શો ‘ધ પનિશર’માં નેગેટિવ રોલ પ્લે કરનાર જોન બર્નથલના ભાઈ છે.
પતિના મૃત્યુના પાંચ વર્ષ બાદ સગાઈ કરી
શેરિલ સેન્ડબર્ગના પતિ ડેવ ગોલ્ડબર્ગનું મૃત્યુ 2015માં થયું હતું. તેઓ વેકેશન પર હતા ત્યાં અચાનક શેરિલના પતિનું મૃત્યુ થયું હતું. તેઓને બે બાળકો પણ છે. ત્યારબાદ તેમણે 2017માં ‘Option B: Facing Adversity, Building Resilience, and Finding Joy’ નામની બુક પણ પબ્લિશ કરી હતી. પોતાના દુઃખ બાબતે તેમણે કહ્યું હતું કે, ‘પોતાની જાત પર દયા રાખીને જ આપણે રિકવર થઇ શકીએ છીએ અને માત્ર તે વસ્તુઓ માટે જ નહીં કે જ્યાં તમારો કોઈ દોષ નથી.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2GPjymJ
No comments:
Post a Comment