Tuesday, 4 February 2020

બર્લિનના આર્ટિસ્ટે 99 સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ગૂગલ મેપમાં ખાલી રસ્તા પર ટ્રાફિક જામ કરીને બતાવ્યો

ગેજેટ ડેસ્ક: મોટાભાગના યુઝર ગૂગલ મેપનો ઉપયોગ શહેરના વ્યસ્ત રોડ પરની ટ્રાફિકની પરિસ્થિતિ જાણવા માટે કરતા હોઈએ છીએ. ગૂગલ મેપ યુઝરને જે બતાવે છે, તેની પર જ યુઝર વિશ્વાસ કરી લે છે, પણ શું દર વખતે ગૂગલ મેપનું રિઝલ્ટ પરફેક્ટ હોય છે ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે જર્મનીના આર્ટિસ્ટે બર્લિન શહેરમાં એક અખતરો કર્યો હતો. સિમોન વેકર્ટે 99 સ્માર્ટફોનની મદદથી ફેક ટ્રાફિક જામ કરીને ગૂગલ મેપને મૂર્ખ બનાવી. તેમણે આ પ્રયોગ રિલેટેડ યુટ્યુબ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

યુટ્યુબ પર સિમોનના આ ફેક ટ્રાફિક ક્રિએટ કરવાના વીડિયોને અત્યાર સુધી 18 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

આર્ટિસ્ટે કોઈ પણ સોફ્ટવેર કે હેકિંગ ટ્રિકનો ઉપયોગ કર્યો નથી
સિમોને ખાલી રસ્તા પર ફેક ટ્રાફિકે ઊભો કરવા માટે 99 સ્માર્ટફોનની મદદ લીધી. તેમણે એક ટ્રોલીમાં એકસાથે બધા સ્માર્ટફોન મૂકી દીધા। તેઓ ચાલી રહ્યા હતા તે રસ્તા પર થોડોક પણ ટ્રાફિક નહોતો. સિમોને આ બધા ફોનમાં ગૂગલ મેપ ઓન રાખ્યું હતું, તેઓ જે રસ્તે આ ફોનને લઈને ચાલી રહ્યા હતા તે આખા રસ્તા પર ગૂગલ મેપ પર ગ્રીનને બદલે રેડ સિગ્નલ દેખાઈ રહ્યું હતું. સિમોને કોઈ સોફ્ટવેર યુઝ કે હેક કર્યા વગર આ 99 સ્માર્ટફોનથી ખાલી રસ્તા પર પણ ટ્રાફિક ઊભો કરી દીધો.

ગૂગલ મેપ પર ટ્રાફિક કેવી રીતે દેખાયો?
ગૂગલ મેપ કોઈ પણ યુઝરને ટ્રાફિકની પરિસ્થિતિ બતાવવા માટે તે વિસ્તારમાં હાજર સ્માર્ટફોનનું લોકેશન વાપરે છે, સાથે જ તે અન્ય સ્માર્ટફોનના ડેટાનો પણ ઉપયોગ કરે છે. રસ્તા પર વાહનની સ્પીડ, લોકેશન અને અન્ય ક્રાઉડસોર્સનો દેતા એનાલિસિસ કરીને ગૂગલ યુઝર માટે લાઈવ ટ્રાફિક મેપ જનરેટ કરે છે. સિમોન જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં વધારે વાહનો નહીં પણ 99 સ્માર્ટફોનનું લોકેશન એકસરખું હોવાથી ટ્રાફિક જામ લાગતો હતો.

ગૂગલનો રિસ્પોન્સ
ગૂગલના સ્પોક્સપર્સને સિમોનનો વીડિયો જોયા બાદ જણાવ્યું કે, અમને કોઈ યુઝર કાર્ટ, કાર કે કેમલની મદદથી ગૂગલ મેપમાં આવી ક્રિએટિવિટી કરે તે ઘણી ગમે છે. તેમની ક્રિએટિવિટીને લીધે અમે ગૂગલ મેપને હજુ વધારે સારી બનાવી શકીએ છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Berlin artist uses 99 phones to trick Google into traffic jam alert


from Divya Bhaskar https://ift.tt/36YFIgI

No comments:

Post a Comment