ગેજેટ ડેસ્ક: એમેઝોનની ઇકો ડિવાઇસ રેન્જ જે સ્પીકર અથવા ઓડિયો ફોકસ્ડ ઇક્વિપમેન્ટ છે પરંતુ ઈકો શો રેન્જમાં સ્પીકર સાથે ડિસ્પ્લે પણ સામેલ હોય છે. ઈકો શો રેન્જનું લેટેસ્ટ ડિવાઇસ ઈકો શો 8 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 12,999 રૂપિયા છે અને હાલ પ્રી ઓર્ડર માટે અવેલેબલ છે. પ્રી ઓર્ડર માટેની ડિસ્કાઉન્ટેડ લોન્ચ પ્રાઇસ 8,999 રૂપિયા છે જે ફેબ્રુઆરી 26ના રવાના કરવામાં આવશે. આ ડિવાઇસ ગ્લોબલી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઇકો બ્રાન્ડના બીજા ડિવાઇસ ઇકો બડ્સ અને ઇકો ફ્રેમ્સ વગેરે સાથે લોન્ચ થયું હતું.
ઇકો શો 8માં 8 ઇંચની HD રિઝોલ્યુશન ટચ સ્ક્રીન, બે ઇંચના નીઓડાયમિયમ સ્પીકર્સ (neodymium speakers) અને પેસિવ બાસ રેડિએટર સામેલ છે. બીજા બધા ઇકો ડિવાઇસની જેમ જ ઇકો શો 8ને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીને કંપનીના વોઇસ અસિસ્ટન્ટ એલેક્સાને ફુલી એક્સેસ કરી શકાય છે. સ્ક્રીન અને કેમેરાના કારણે યુઝર વીડિયો કોલ માટે પણ આ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે. પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને ફ્રન્ટ કેમેરા પર ફિઝિકલ શટર પણ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2GUbu41
No comments:
Post a Comment