ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ ગૂગલએ મંગળવારે મોબાઈલ રિચાર્જ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું. આ ફીચરનાં માધ્યમથી યુઝર કંપનીનાં પ્રિપેઇડ પ્લાન સિલેક્ટ કરીને મોબાઈલ રિચાર્જ કરી શકશે. તાજેતરમાં આ ફીચરને એન્ડ્રોઇડ યુઝર માટે લોન્ચ કરવામાં આવ્યું છે. એરટેલ, વોડાફોન-આઈડિયા, જિઓ અને bsnlનાં પ્રિપેઇડ યુઝર્સ આ ફીચરનો લાભ લઈને કોઈ પણ અધર મોબાઈલ એપ્લિકેશનની મદદ વગર ડિરેક્ટ મોબાઈલ રિચાર્જ કરી શકશે. ભારતમાં આશરે 1.1 કરોડ સેલ્યુલર કનેક્શન છે, જેમાંથી 95% પ્રિપેઇડ કનેક્શન છે.
ગૂગલ સર્ચ
ગૂગલના મોબાઈલ રિચાર્જ ફીચરનો ઉપયોગ કરીને પ્રિપેઇડ મોબાઈલ રિચાર્જ કરવા માટે ગૂગલ પર જઇને મોબાઈલ રિચાર્જ, પ્રિપેઇડ મોબાઈલ રિચાર્જ, સિમ રિચાર્જ સહિતનાં કી-વર્ડ ટાઈપ કરવાથી મોબાઈલ રિચાર્જનું એક ટૂલ બોક્સ જોવા મળશે. આ બોક્સમાં મોબાઇલ નંબર, કંપની અને ક્યા સર્કલમાં રિચાર્જ કરવાનું છે તે સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ બ્રાઉઝ પ્લાનનો ઓપ્શન જોવા મળશે. તે સિલેક્ટ કરીને મોબિક્વિક, પેટીએમ, ગૂગલ પેનાં માધ્યમથી ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.
સુવિધા
- આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર પોતાના અને અન્ય યુઝર્સના પ્રિપેઇડ રિચાર્જ કરી શકે છે.
- આ ફીચરથી યુઝર્સે હવે દુકાનદાર અથવા કંપનીની વેબસાઈટ કે અન્ય કોઈ વેબસાઇટની મદદ લેવી નહીં મળે.
- આ સેવાનો લાભ ગૂગલ સાઈન ઈન કરેલા યુઝર્સને જ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3be565J
No comments:
Post a Comment