ગેજેટ ડેસ્ક: ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટએ તેની માલિકીની ઈ કોમર્સ વેબસાઈટ જબોન્ગ (Jabong)ને બંધ કરી દીધી છે. આ કરવા પાછળ કંપનીનો હેતુ મિન્ત્રા (Myntra) તરફ લોકોને વાળવાનો છે. કંપની હવે મિન્ત્રા પર જ ફોકસ કરવા માગે છે. જબોન્ગની ઓફિશિયલ વેબસાઈટ અને એપ હવે લોકોને મિન્ત્રા પર લાવી રહી છે. ફ્લિપકાર્ટે મિન્ત્રાને 2014માં ખરીદી હતી ત્યારબાદ મિન્ત્રાએ જબોન્ગને 2016માં 70 મિલિયન ડોલરમાં ખરીદી હતી. ત્યારબાદ 2018માં વોલમાર્ટ કંપનીએ ફ્લિપકાર્ટને ખરીદી ત્યારબાદ કંપનીએ મિન્ત્રા અને જબોન્ગને મર્જ કરી દીધી હતી.
ગયા વર્ષે જુલાઈ મહિનામાં ફ્લિપકાર્ટ કંપનીએ કહ્યું હતું કે તે જબોન્ગનું માર્કેટિંગ ઘટાડીને યુઝર્સને ઈન્સેન્ટિવ આપી મિન્ત્રા જોઈન કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. મેકકીન્સેના ફેશનસ્કોપ રિપોર્ટ મુજબ ભારતનું કપડાંનું માર્કેટ આવતા બે વર્ષમાં 59.3 બિલિયન ડોલર પર પહોંચી જશે. રિપોર્ટ મુજબ ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું માર્કેટ બની જશે. ફ્લિપકાર્ટનો જબોન્ગ બંધ કરવાનો અને હાલના તથા નવા યુઝર્સને મિન્ત્રા પર લાવવાનો પ્રયાસ તેના ફેશન બિઝનેસને વધારવામાં મદદ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vKo838
No comments:
Post a Comment